ભારતમાં તમામ પ્રકારના ફળોમાં કેરી સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ફળની દેશમાં જ વિદેશમાં પણ ભારે માંગ રહેલી છે. ભારતમાં કેરી લગભગ તમામ રાજ્યોમાં થાય છે, જોકે દેશના દરેક રાજ્યમાં કેરીના ફળની વેરાઈટી અલગ-અલગ હોય છે. આજે કેરીની ખેતીથી ખેડૂતોને સારી આવક મળી રહી છે. કેરીની ખેતી તો સૌ કોઈ કરે છે, પણ ઘણી વખત કેરીમાં રોગ અને કીટકોનો પ્રકોપ સર્જાય છે. તેને લીધે કેરીના પાકને ભારે નુકસાન પહોંચે છે. આ સંજોગોમાં ખેડૂતોએ આ રોગ અને કીટકોનો યોગ્ય ઈલાજ કરવો જોઈએ. અમે આજે તમને કેરીમાં લાગતા કેટલાક રોકો અને કીટકો વિશે માહિતી આપી રહ્યા છીએ.
કેરીમાં લાગતા કીટક અને તેને અટકાવવાની વ્યવસ્થા
સામાન્ય તીડ
તે કેરીનું મુખ્ય કીટક હોય છે. આ લીલા મટમેલી કીટક કળીઓ, ફૂલો અને નવા પાંદડામાંથી રસ ચૂસી જાય છે. જેથી તે સુકાઈને કરમાઈ જાય છે. વર્ષમાં તે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન તથા જુલાઈ મહિના દરમિયાન કીટકની બે પેઢી હોય છે. તેનાથી બચવા માટે આંબાને વધારે અંતરે લગાવવા જોઈએ, જેથી પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળી શકે. બગીચામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત મેલાથિયોન 50 ઈસી 500 મિલી અથવા કાર્બેરિલ 50 ડબ્લ્યુપીનું 1.5 કિલોગ્રામ પ્રમાણ 500 લીટર પાણીમાં મિશ્રિત કરી ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં તથા ફરી વખત માર્ચ મહિનાના અંત ભાગમાં છંટકાવ કરવો જોઈએ જેથી કીટકની અસરને નિયંત્રિત કરી શકાય છે.
કેરીનું મિલીબગ
ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન મોટાભાગે અખરોટ જેવી દેખાતી મિલીબગ જમીનમાં ઈંડામાંથી નિકળી ઝાડ પર ચડીને પાંદડાના નીચેના ભાગમાં જમા થાય છે. આ કીટક જાન્યુઆરીથી એપ્રિલ સુધી જે ડાળખી વૃદ્ધી પામે છે તેના ગુચ્છામાં તે ભેગા થઈને રસ ચૂસે છે, જેને પરિણામે ડાળખીઓ સુકાવા લાગે છે. તેનાથી બચવા માટે ડિસેમ્બરના મધ્ય ભાગમાં જમીનની એક મીટર ઉંચાઈ પર 30 સેંટીમીટર છોડ પોલિથીનની પટ્ટી લગાવવી જોઈએ અને પટ્ટીની નીચે એકત્રિત કીટકોના ખાતમા માટે પ્રોફેનીફોસ 1 મિ.લી. પ્રતિ લીટર પાણીમાં આ ડાયજીયાન 20 ઈસી 250 મિલીને 50 લીટર પાણીમાં મિશ્રિત કરીને છંટકાવ કરવો જોઈએ.
ડાંખળીને છેદ કરનારી જીવાત
આ કીટકની સુંડીઓ 6થી 8 સેંટીમીટર લાંબી પીળા રંગની હોય છે. જેના મુખાંગ ખૂબ જ મજબૂત હોય છે. આ કીટક શાખાઓમાં છાલની નીચે લાકડામાં દર બનાવી અંદરથી તેને કોરી ખાય છે. આ સૂંડિ ઝાડને કોતરી ખાય છે. તેની અસરને લીધે હવાથી શાખાઓ તૂટી જાય છે.આ સ્થિતિથી બચવા માટે જૂન, જુલાઈ દરમિયાન વૃક્ષની નીચે યોગ્ય પ્રમાણમાં ખેડાણ કરવું જોઈએ, જેથી સુર્યની ગરમીથી કીટકનો ખાતમો થઈ જાય. આ ઉપરાંત દરની જગ્યા પર 2 એમએલ કોનફીઝોરનું એક લીટર મિશ્રણ તેમા છંટકાવ કરવો જોઈએ અને માટી વડે દરને બંધ કરી દેવા.
ગોભ છેદક
આ કીટકની સુંડી પીળા રંગની હોય છે. પ્રારંભમાં આ કીટકના પાંદડાના ઉપરના ભાગમાં છેદ કરી તેને કોરી ખાય છે. ત્યારબાદ નવી કૂપણોને પણ તે કોરી ખાય છે. આ કીટકનો ઉપદ્રવ જુલાઈથી ઓક્ટોબર સુધી સક્રિય રહે છે. આ કીટક જૂના વૃક્ષોને વધારે નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે 125 મિલી ડાઈક્લોરવાસને 250 લીટર પાણીમાં મિશ્રિત કરી પ્રતિ એકર દરથી છંટકાવ કરવો જોઈએ.
કેરીમાં થતા રોગ અને તેનો ઉપચાર
ટહનિમાર રોગ
આ રોગમાં પાંદડા પર ઘેરા ભૂરા રંગના ધબ્બા ઉપસી આવે છે. શાખા સુકાઈ જાય છે અને ફૂલો પર પણ ઘેરા ધબ્બા ઉપસી આવે છે. તેનાથી બચવા માટે રોગગ્રસ્ત ડાળખીને કાપીને બોર્ડો પેસ્ટ લગાવવું જોઈએ. આ ઉપરાંત કોપર ઓક્સીક્લોરાઈડ 3 ગ્રામ પ્રતિ લીટર દરથી છંટકાવ કરવો જોઈએ.
બ્લેક ટિપ
કેરીમાં આ રોગ ભઠ્ઠામાંથી નિકળતા ઝેરીલા ગેસને લીધે ફેલાય છે. ફળ તેના મુખથી કદરૂપુ થઈ જાય છે અને અડધુ ફળ ખરાબ થઈ જાય છે. આ સ્થિતિથી બચવા માટે ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી એક લીટર પાણીમાં 6 ગ્રામ બોરેક્સ મિશ્રણ કરી ફૂલ આવે તે અગાઉ 2 છંટકાવ કરવો જોઈએ. ફળ આવ્યા બાદ ત્રીજો છંટકાવ કોપર ઓક્સી ક્લોરાઈડનો કરવો જોઈએ. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન બેડોળ ગુચ્છાને કાપી નાંખવા જોઈએ અને છોડમાં સારી રીતે ખાતરનું મિશ્રણ કરવું જોઈએ.
ગુચ્છા મુછા રોગ
આ રોગમાં કુપણોના આગળના ગુચ્છાને અસર થાય છે. તે ફૂલની જગ્યા પર અસર કરે છે અને નાના પાંદડાના ભાગ પર પણ અસર કરે છે. આ રોગથી બચવા માટે સૌથી પહેલા રોગવાળા ભાગને કાપી નાંખવો જોઈએ તથા 10થી 12 દિવસના અંતરે કેપ્ટન 0.2 ટકા તથા મિથેલિન 0.1 ટકાનું મિશ્રણ છંટકાવ કરવું જોઈએ.
સફેદ ચૂર્ણી રોગ
આ રોગમાં પુષ્પ અને પુષ્વૃતાંતો પર સફેદ ચુરણ છવાઈ જાય છે. તેને લીધે ફૂલ તથા ફળો ખરી પડે છે. આ રોગથી અસરગ્રસ્ત થતા ફળોનો આકાર નાનો થઈ જાય છે. તેના ઈલાજ માટે ફળ લાગે ત્યારબાદ કેરોથિઓન 1 ગ્રામ પ્રતિ લીટર અથવા કેલિક્લિસન 0.2 ટકાનો છંટકાવ કરવો જોઈએ.
ફળની લણણી અને ઉપજ
કેરીનો પાક સંપૂર્ણપણે પાકીને તૈયાર થઈ જાય એટલે તેની લણણીકરવી જોઈએ. કોઈ પણ પ્રકારની ઈજાથી બચવા માટે સાવધાની રાખવી જોઈએ. ફળો પાકવાની સ્થિતિનું મૂલ્યાંકન બાગમાં જ કરી શકાય છે. જ્યારે કોઈ ફળ કોઈ કલ્ટીવેટરના થોડો રંગ વિકસિત કરે છે અથવા તે સામાન્ય લીલો રંગ ધારણ કરે છે ત્યારે તે ફળ પાકી ગયેલુ હોય છે. કાપણી કરવા માટે ઝાડને હલાવવું જોઈએ નહીં. કારણ કે ફળ ખરી પડવાથી તેને નુકસાન થઈ શકે છે. ત્યારબાદ તે સડો પેદા કરતા જીવાણુંને આમંત્રણ આપી શકે છે. પાકવાનો સમય વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ હોય છે.
આ પણ વાંચો: ટૂંક સમયમાં વિવિધ પ્રકારની કેરીથી બજાર ઉભરાશે, તો કેરીની આ વિશેષતા જાણવી જરૂરી છે
Share your comments