Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

કિચન ગાર્ડન : આપણી રસોઇનો બગીચો ભાગ-2

કિચન ગાર્ડનના લે-આઉટ પ્લાન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા

Sukhadev Thakor
Sukhadev Thakor
Kitchen Garden
Kitchen Garden

 કિચન ગાર્ડનના લે-આઉટ પ્લાન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા :-

(૧) જમીનને ઊંડી ખેડ અથવા કોદાળીથી ઉંડો ગોળ કરવો.

(૨) જમીનમાંથી પથ્થર, કાંકરા, કચરો વગેરે વીણી જમીન તપવા દેવી.

(૩) જમીન તૈયાર કર્યા બાદ જે તે પાક માટે સ્થળ નક્કી કર્યા બાદ શાકભાજીના વાવેતર માટે ક્યારા તૈયાર કરવા.

(૪) ક્યારાની લંબાઇ ૫ મીટર અને પહોળાઇ ૩ મીટર રાખવી.

(૫) પિયત આપવા માટે નીક બનાવવી.

(૬) ગાર્ડનમાં ફરતે વાડ બનાવવી.

(૭) ફળ ઝાડની રોપણી માટે તેના નિયમ અંતર મુજબ જગ્યા નક્કી કરી ૬૦x૬૦x૬૦ સે.મી. ના માપના ખાડા ખોદી તૈયાર કરવા અને ઉનાળામાં તપવા દેવા.

(૮) મકાનના પ્રવેશદ્વારના રસ્તાની બંને બાજુ ફુલછોડની વાવણી માટે જગ્યા ફાજલ રાખવી.

(૯) જે તે પાકમાં પરાગયન માટે તથા ચોખ્ખું મધ ઘરઆંગણે મળી રહે તે માટે મધમાખી ઉછેર માટેની એકાદ કોલોની પણ રાખી શકાય.

(૧૦) ધરૂના ઉછેર માટે ૩મી.x ૧ મી. ના માપના ગાદી કયારા બનાવી સારું કોહવાયેલું છાણિયું

      ખાતર તેમજ દિવેલીના ખોળનું મિશ્રણ જમીનમાં ભેળવી બીજને હારમાં કે પુંખીને વાવવું.

(૧૧) જમીન તૈયાર કરતી વખતે સેન્દ્રીય ખાતર, વર્મીકમ્પોસ્ટ તેમજ દિવેલીનો ખોળ જમીનમાં   

        ભેળવવો.

(૧૨) રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા માટે દિવેલીનો ખોળ તથા જૈવિક કલ્ચરનો

      ઉપયોગ કરવો.

(૧૩) કિચન ગાર્ડનમાં એક ખૂણામાં ખાડો ખોદી તેમાંથી બનતું કમ્પોસ્ટ ખાતર વાપરવું.

(૧૪) કિચન ગાર્ડનમાંનું કદ જમીનની ઉપલબ્ધતા, કુટુંબના કેટલા સભ્યો માટે શાકભાજીની જરૂરીયાત તથા કિચન ગાર્ડનની કાળજી માટે કેટલો વધારાનો સમય ફાળવી શકાશે તેના પર આધાર રાખે છે.

(૧૫) ખુબ મોટો કિચન ગાર્ડન કરતાં સુવ્યવસ્થિત નાનો કિચન ગાર્ડન બનાવવો સારો.

Kitchen Garden
Kitchen Garden

કિચન ગાર્ડનમાં સમાવી શકાય તેવા ઋતુ પ્રમાણેનાં શાકભાજી તથા ફળ પાકો  :-

શિયાળુ ઋતુના શાકભાજી :‌‌

(રોપણી સમય: ઓકટોબર- નવેમ્બર માસ,કાપણી સમય: ફેબ્રુઆરી-માર્ચ)

(૧) રિંગણ,ટામેટાં, મરચાં (તીખાં) કોબીજ, કોબી ફ્લાવર.

(૨) નોલખોલ, મુળા, ગાજર, બીટરૂટ,ટર્નીપ(શલગમ)

(૩) પાલજ વિલાયતી પાલક, મેથી,સુવા,શતાવર.

(૪) શક્કરિયાં, બટાટા, મરચા,(કેપ્સીકમ) ડુંગળી, લસણ, વાલ,વટાણા, પાપડી, ફણસી, વાલોડ, ધાણા, વરિયાળી, તુવેર.

ઉનાળું ઋતુના શાકભાજી :-

(રોપણી સમય : ફેબ્રુઆરી-માર્ચ, કાપણી જૂન-જુલાઇ)

        રીંગણ, ટામેટા, મરચા (તીખા), અળવી, ચોળી, ગુવાર, ચોધારી, ફણસી, તાંદળજો, પોઇ, કાકડી, દૂધી, ગલકાં, તુરીયા, કારેલા, કોળું, પરવળ, ટીંડોળા, ચીભડા, તરબૂચ, શક્કરટેટી.

ચોમાસું ઋતુના શાકભાજી :-

(રોપણી સમય : જૂન-જુલાઇ, કાપણી સમય : ઓક્ટોબર-નવેમ્બર)

        રીંગણ, ટામેટાં, મરચાં (તીખા), ભીંડા, રતાળું, સુરણ, ટેપીઓકા, અ‍ળવી, ચોળી, ગુવાર, વાલોળ, ચોધારી, ફણસી, તાંદળજો, પોઇ, કાકડી, દૂધી, ગલકાં, તુરીયાં, કારેલા, કોળું, પરવળ, ટીંડોળા, કંકોડા, પંડોળા, તુવેર, આદુ, હળદર, શાકભાજી માટે ઉપયોગી ઝાડો જેવાં કે સરગવો, મીઠો લીમડો.

બહુ વર્ષાયુ શાકભાજી :

પરવળ, ટીંડોળા, કંકોળા, ચોધારી ફણસી, શતાવરી.

શાકભાજીની વિવિધ પધ્ધતિઓ:

(૧) બી થાણીને : ભીંડા, ગુવાર, ચોળી, તુવેર, વાલ, વટાણા, પાપડી, તરબૂચ, શક્કરટેટી, દૂધી, ફણસી, કાકડી, ગલકાં, તુરિયાં, કારેલાં, કોળું, ચીભડાં, વરિયાળી, સરગવો.

(૨) ગાદી ક્યારા ઉપર ધરુ તૈયાર કરીને : રીંગણ, ટામેટાં, મરચાં (તીખા,કેપ્સીકમ), કોબીજ, ફ્લાવર, ડુંગળી, વરિયાળી.

(૩) વેલાના કટકા / મૂળ રોપીને : ટીંડોળા, પરવળ (નર માદા), ટેપીઓકા, સરગવો, મીઠો લીમડો.

(૪) ગાંઠો રોપીને : આદુ (અંગુલી ગાંઠ), હળદર (માતૃ ગાંઠ), સુરણ, અળવી, બટાટા, કંકોડા (નર માદા), રતાળું, કનખડી.

(૫) કળી રોપીને : લસણ

(૬) બીજ રોપીને: પાલખ, તાંદળજો, ગાજર, ધાણા, મૂળા, મેથી, બીટરૂપ, સુવા.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More