આપણી રસોઇના બગીચાનો ફ્ક્ત એક જ ઉદ્દેશ્ય હોવો જોઇએ કે જેમાં ઘર આંગણે તાજા શાકભાજી ઉગાડો અને મૌજથી ખાઓ. રસોડાનો બગીચો ઘરના અન્ય બગીચા કરતા થોડોક અલગ રીતે તૈયાર કરવો જે જેમાં કોઇપણ શાકભાજી ઉગાડો છો. જેનો ઉપયોગ તમે રસોડામાં કરી શકો. કિચન ગાર્ડન એટલે કે બાહ્ય રસોઇ બગીચો કે જેમાં સૂર્ય પ્રકાશ સારી માત્રામાં પડતો હોય અને સાથે પાણીની નીક હોય. ત્યાર બાદ આ જમીનને સરખા ભાગોમાં વહેંચી લો. તેમાં પસંદગી પ્રમાણે યોગ્ય ફળ અને શાકભાજી વાવો. આ રસોડા બાગમાં બીનજરૂરી શાકભાજીનો કચરો નાંખી જૈવિક ખાતરના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. બાહ્ય કિચન ગાર્ડનને નાની જગ્યા તેમજ આજુબાજુ બીનજરૂરી વાડામાં તેમજ ઘરની પાછળ બનાવી શકાય છે.
આ રસોડા બાગ આર્થિક રીતે ખૂબ જ લાભદાયી હોય છે. કારણ કે જ્યારે શિયાળુ તથા ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ખૂબ જ વધારે (આસમાને) હોય છે. તો આવા સમયમાં આપણે શાકભાજી તાજી અને સ્વચ્છ મળે છે. અને પૈસાની બચત થાય છે. જો તમારા ઘરે બગીચા બનાવવાની પૂરતી જગ્યા ન હોય તો તમે રસોડાની બારી પર નાના પોટમાં વેલાવાળા શાકભાજી બનાવી શકો છો. અને સાથે તેની દેખભાળ રાખવાની પણ સરળ થઇ જાય છે. તેમાં દરરોજ અલગથી પાણી આપવાની જરૂર નહીં પડે કારણ કે, રસોઇનું બીનજરૂરી પાણી આ પોટમાં નાંખી પાણીની બચત કરી શકાય છે. બીનજરૂરી શાકભાજીના છોતરા, કચરો આ રસોડા બાગમાં નાંખી દો. જેથી તેનું જૈવિક ખાતરમાં રૂપાંતર થઇ જાય છે અને જમીન વધારે ફળદ્રુપ બની જાય છે.
કિચન ગાર્ડનના હેતુઓ
(૧) ઘર આંગણે જ કુટુંબની જરૂરીયાત પ્રમાણે શાકભાજી, ફળ અને ફૂલ ઉગાડી શકાય છે.
(૨) તાજી, મનપસંદ, પ્રદુષણમુક્ત શાકભાજી, ફળ તથા ઘર આંગણે જ નિયમિત મળી રહે છે.
(૩) સ્થાનિક બજારમાંથી મોંઘા ભાવનું શાકભાજી, ફળ કે ફૂલ ખરીદવા જવું પડતું નથી માટે સમય અને શક્તિનો બચાવ થાય છે.
(૪) સ્થાનિક બજારમાં મળતાં ફળ અને શાકભાજી કરતાં કિંમતમાં સસ્તાં પડે છે.
(૫) ઘર આંગણે કામ કરતી મહિલાઓ,બાળકો અને વડીલોને શારીરિક શ્રમ સાથે જ્ઞાન મેળવવાની ઉત્તમ તક મળે છે અને ઘરનાં સદસ્યોની તંદુરસ્તી પણ સારી રહે છે.
(૬) ઘરની જરૂરિયાત મુજબના તાજા શાકભાજી ઉત્પન્ન કરી ઘર ખર્ચમાં મોટો ઘટાડો કરી શકાય.
(૭) તાજા અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર મેળવી શકાય.
(૮) ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષ સિવાયના અને કુદરતી સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરી જરૂરિયાત પૂરી કરી શકાય.
(૯) ઘરના નાના મોટા સૌ કામ કરવાથી શારીરિક કસરત થાય જેનાથી તાજગી મળે, સાથે સાથે શરીર તંદુરસ્ત રહેવાથી દવાનો ખર્ચ ઘટાડી શકાય.
(૧૦) ઘર આંગણાની આજુ બાજુનું વાતાવરણ શુધ્ધ અને ચોખ્ખું રાખી શકાય છે.
(૧૧) નકામા પાણીનો કિચન ગાર્ડનમાં વપરાશ કરી શકાય અને તેને લઇને ભુગર્ભ પ્રદુષણ ઘટાડી શકાય છે.
(૧૨) બીન ખેતીલાયક જમીનમાંથી ઉત્પાદન થતું શાક ખેડાણ જમીનનું ભારણ ઘટાડે છે. જે બીજા પાક ઉગાડવા માટે વાપરી શકાય છે.
Share your comments