Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ પર મળે છે ઘણા લાભ, શું તમે જાણો છો?

દેશભરમાં અનેક ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-Kisan Credit Card) લેવા પર ખેડૂતોને સૌથી સસ્તી લોન મળે છે. પરંતુ તેની સાથે એક બીજો ફાયદો પણ જોડાયેલ છે.

Sagar Jani
Sagar Jani
Kisan Credit Card
Kisan Credit Card

દેશભરમાં અનેક ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-Kisan Credit Card) લેવા પર ખેડૂતોને સૌથી સસ્તી લોન મળે છે. પરંતુ તેની સાથે એક બીજો ફાયદો પણ જોડાયેલ છે.  જે અંગે બહુ ઓછા ખેડુતો જાગૃત છે.  સરકાર કેસીસી ધારકોને અકસ્માત વીમા યોજનાનું કવર પ્રદાન કરે છે. જે અંતર્ગત જો કોઈ બાહ્ય અકસ્માતને કારણે મૃત્યુ પામે અથવા તેઓ કાયમી / અસ્થાયી અપંગતાનો ભોગ બને તો તેવા  ખેડુતોને વળતર આપવામાં આવે છે.

તેના માટે એક વર્ષ અથવા ત્રણ વર્ષનો વીમો કરવી શકાય છે. એક વર્ષની પોલિસી માટે રૂ .15 નું પ્રીમિયમ અને ત્રણ વર્ષ માટે 45 રૂપિયા લેવામાં આવશે. આ અંતર્ગત કેસીસી ધારકના મોત, કાયમી વિકલાંગતાકે બન્ને આંખો ખરાબ થવા પર  50- 50 હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે. જ્યારે એક અંગ અથવા એક આંખની ખામી માટે  25,000 રૂપિયા મળે છે. આ માહિતી ઉત્તર પ્રદેશ કૃષિ વિભાગની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરવાઈ છે.

3 લાખ રૂપિયા સુધીના કેસીસી મેળવવા માટેની પ્રોસેસિંગ ફીમાં માફી

કેન્દ્ર સરકારના આદેશથી બેંકોએ કેસીસી બનાવવા માટેની પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે.  પરંતુ એ  ધ્યાનમ રાખવું પઢશે કે તેની ક્ષમા માત્ર 3 લાખ રૂપિયા સુધીના કેસીસી મેળવવા માટે જ  મળશે.  એટલે કે, હવે બેંકો મફતમાં કેસીસી બનાવશે.  અગાઉ, નિરીક્ષણ અને લેસર ફોલિયો ચાર્જનો ઉપયોગ કેસીસી બનાવવા માટે કરવામાં આવતો હતો.  તેના ઉપર 3-4-. હજાર રૂપિયા ખર્ચ થતો હતો.

લાભાર્થી ખેડૂતના મોત બાદ કેવી રીતે પરિવારજન મેળવી શકે PM કિશાન યોજનાનો લાભ? અહી જાણો

Kisan Card
Kisan Card

સૌથી સસ્તી લોન

મોટાભાગના ખેડુતો ખેતી માટે પાકની સીઝનમાં કોઈની પાસેથી અથવા બીજા પાસેથી પૈસા લે છે.  જો ખેડૂત કોઈ પૈસાદાર પાસેથી પૈસા લે છે, તો તેને મોટું વ્યાજ ચૂકવવુ પડે છે. તેથી કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓને કેસીસી સુવિધા આપવામાં આવે. તેના  માટે કૃષિ મંત્રાલયનું અભિયાન ચાલી રહ્યું છે. પીએમ કિસાનને કેસીસી સાથે જોડવામાં આવ્યા છે.  દેશમાં હાલમાં 8 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો છે.

કેસીસી પર લેવામાં આવેલી 3 લાખ રૂપિયા સુધીની લોન માટેનો વ્યાજ દર, 9 ટકા છે.  પરંતુ કેન્દ્ર સરકારે આમાં 2 ટકા સબસિડી આપી છે. હવે બાકીનું વ્યાજ 7 ટકા છે.  આમાં એક શરતી છૂટ પણ છે. જે લોકો સમયસર અથવા તે પહેલાં પૈસા પાછા આપે છે તેમને બેંકો ફક્ત 4 ટકા વ્યાજ દરે નાણાં પૂરા પાડે છે.

આવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોની અલગ-અલગ જરૂરિયાતો ખૂબ સરળતાથી પુરી કરે છે. સસ્તા દરે લોન સહિતની બાબતોમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ ખૂબ સારો વિકલ્પ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ખેડુતો ખેતી માટે પાકની સીઝનમાં કોઈની પાસેથી અથવા બીજા પાસેથી પૈસા લે છે. જો ખેડૂત કોઈ ખાનગી ધિરાણ આપનાર પાસેથી પૈસા લે છે તો તેને મોટું વ્યાજ ચૂકવવુ પડે છે. તેથી કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓને કેસીસી સુવિધા આપવામાં આવે. આવી સ્થિતિમાં કિસાન ક્રેડિટ કાર્ડ ખૂબ મહત્વનું સાબિત થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More