Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

શાકભાજી પાકો માં સંકલિત જીવાત વ્યવસ્થાપન

પાક ઉત્પાદન વધારે મેળવવા માટે પાક સંરક્ષણ અંગેની સાચી સમજ હોવી ખુબ જ જરૂરી છે. કીટનાશક માટે જુદી જુદી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. તેમાંની સૌથી વધુ ખર્ચાળ અને જમીન, પર્યાવરણ તથા સજીવ સૃષ્ટિ માટે જોખમકારક પધ્ધતિ એ રસાયણિક પધ્ધતિ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

પાક ઉત્પાદન વધારે મેળવવા માટે પાક સંરક્ષણ અંગેની સાચી સમજ હોવી ખુબ જ જરૂરી છે. કીટનાશક માટે જુદી જુદી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. તેમાંની સૌથી વધુ ખર્ચાળ અને જમીન, પર્યાવરણ તથા સજીવ સૃષ્ટિ માટે જોખમકારક પધ્ધતિ એ રસાયણિક પધ્ધતિ છે. આ પધ્ધતિ વિશેની ખેડૂતો ને અણસમજને લીધે તેના સારા પરિણામો મળતા નથી. ક્યારેક તેના માઠા પરિણામો પણ ભોગવવા પડે છે. આના પરિણામે ખેડૂતો હતાશા અનુભવે છે. અને એમનો આ પધ્ધતિ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ ઉપરાંત ખર્ચ નું પૂરેપૂરું વળતર કે આર્થિક ઉત્પાદન મળવાના બદલે ખેડૂતો બેહાલ અને પાયમાલ બને છે. કીટનાશક દવાઓના સલામત ઉપયોગ અંગે હાલ ખેડૂતોએ નીચે મુજબ ની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

pest management
pest management

() પાકમાં રોગ કે જીવાતની ઓળખનો અભાવ :

          ખેડૂતભાઈઓ ઘણી વખત પાકમાં રોગ હોય અને જીવાત સમજીને કીટનાશી દવાનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કેટલીક વખત જીવાતો નો ઉપદ્રવ હોય છે. ત્યારે રોગ સમજીને ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. દા. ત. ડાંગરમાં ચુસીયાનો ઉપદ્રવ હોય ત્યારે મોટાભાગના ખેડૂતો તેને રોગ સમજીને તેની દવા છાંટતા હોય છે. આમ દવાનો વ્યય થાય છે. અને ચોક્કસ પરિણામ મળતું નથી.

() દવાઓની પસંદગી અંગેની સાચી જાણકારીનો અભાવ :

          બજારમાં સ્પર્શજન્ય, શોષક પ્રકારના, પેટના કે વાયુરૂપે અસર કરનારા વિવિધ પ્રકારના ઝેર ઉપલબ્ધ હોય છે. વિવિધ પ્રકારનો કીટનાશી દવાઓની પસંદગી જુદા જુદા કીટકોની નુકસાન કરવાની રીતને ધ્યાનમાં લઇને કરવામાં આવે તો જ સારા પરિણામો મળે છે. દા. ત. લશ્કરી ઈયળ દિવસે તાપ સહન ન થવાથી જમીનમાં ઉતરી જાય છે. આવી ઈયળને મારવા સાંજના સમયે સ્પર્શજન્ય કે જઠર વિષ દવા વાપરવી જોઈએ, ચુસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા વધુ અસરકારક પરિણામો આપે છે.

() કિંમતમાં સસ્તી દવાનો મોહ :

          બજારમાં એક જ પ્રકારની દવાઓ જુદી જુદી કંપનીઓ જુદા જુદા નામે ભિન્ન ભિન્ન કિંમતે વેચાતી હોય છે. આ દવાઓમાં જે સસ્તી હોય તેની પસંદગી ખેડૂતો કરતા હોય છે. દા. ત. એન્ડોસલ્ફાન અને મોનોક્રોટોફોસ દવા અલગ કંપનીઓ જુદા જુદા ભાવ અને નામોથી વેચાતી હોય છે. આમાંથી સસ્તી અને ઉધારે મળતી દવા જ ખેડૂતો મોટાભાગે પસંદ કરતા હોય છે.

() દવાઓની વાપરવાની મુદત વાંચવાની અણઆવડત :

          દરેક પ્રકારની જંતુનાશક દવાઓની બોટલો ઉપર તેની બનાવવાની અને સંઘરવાના સમયની તારીખ લખેલી હોય છે. મુદત પૂરી થયા પછીથી જે તે દવાની અસરકારકતા ઘટી જાય છે. ઉપરાંત ક્યારેક તેની પાક ઉપર પણ આડઅસર થતી હોય છે. આવી દવાઓ ક્યારેક ખેડૂતો વાપરે છે. જેનાથી ખર્ચ માથે પડે છે. અને તેની જમીન, છોડ અને પર્યાવરણ ઉપર પણ વિપરીત અસર થાય છે. આથી દરેક ખેડૂત ભાઈ બહેનોએ દવાની ખરીદી કરતી વખતે પેકીંગ ઉપર લખેલી મુદત વાંચવાની કે બીજા પાસે વંચાવીને ખરીદવાની આદત પાડવી ખુબ જ જરૂરી છે.

() દવાઓના યોગ્ય પ્રમાણની અણસમજ :

          જંતુનાશક દવાઓના છંટકાવ માટે જેટલું મહત્વ દવાઓનું છે તેટલું જ કે તેનાથી વધારે મહત્વ તેમાં ઉમેરેલા પાણી નું પણ છે. દવાઓના છંટકાવ વખતે પૂરતા પ્રમાણમાં આખો છોડ ભીંજાઈ જાય તેટલું પાણી (એકરે આશરે ૧૫ થી ૩૦ પંપ) છાંટવું જ જોઈએ તો જ છાંટેલી દવાઓની પુરેપુરી અસર થતી હોય છે.

() દવાઓનું બિનજરૂરી અને બિન ઉપયોગ મિશ્રણ કરવાની ટેવ :

          કેટલાક ખેડૂતો એવું માને છે કે બે કે ત્રણ દવાઓ ભેગી કરીને છાંટવાથી એક દવાથી ન મરે તો બીજી દવાથી તો જીવાત મારી જ જશે. આથી એક કરતા વધારે કિટનાશી દવાઓ ભેગી કરીને છાંટતા હોય છે. આમ કરવાથી દવાઓનો વ્યય થાય છે. અને બિનજરૂરી મિશ્રણથી પ્રદુષણ વધે છે. વળી કેટલીક દવાઓ એકબીજા સાથે ભેળવીને છાંટી શકાય તેવી હોતી નથી છતાંય ભેળવવામાં આવે તો તેની અસરકારકતા ઘટે છે.

() સતત એક જ દવાનો ઉપયોગ :

          ઘણી વખત કોઈ દવા સારી અસરકારક જણાય તો ઘણા ખેડૂતો બધા જ પાકોમાં અને દરેક પ્રકારની જીવાતો માટે એકની એક જ દવાનો સત્તત ઉપયોગ કર્યે રાખતા હોય છે. પરિણામે આ દવા સામે જીવાતોની પ્રતીકારકશક્તિ વધી જાય છે. અને તેના લીધે ઘણી વખત જીવાતોનો પુનઃપ્રકોપ થાય છે. દા. ત. સીન્થેટીક પાયરેથ્રોઇડ ઉપયોગ બાદ ચુસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધે છે. તેવી રીતે કાર્બારીલ દવાના સતત ઉપયોગથી પાન કથીરી વધે છે. ટ્રાઇઝોફોસ અને કવીનાલફોસ દવાના સતત ઉપયોગથી કપાસ અને ભીંડાના પાક પર લીલા ચુસીયાનો પુનઃપ્રકોપ થાય છે.

() ઉપયોગી અને નુકશાનકારક જીવાતની ઓળખનો અભાવ :

          ‘જીવો જીવસ્ય ભક્ષતી’ એ ઉક્તિ અનુસાર કુદરતે પૃથ્વી ઉપર સજીવોની સપ્રમાણ માત્રા ગોઠવેલા જ હોય છે. પરંતુ આડેધડ દવાઓના ઉપયોગથી આ ચક્ર ખોરવાતું ગયું અને આજે કીટકોના ઉપદ્રવ ને અટકાવવો મુશ્કેલ બનતો ગયો છે. કુદરતમાં દરેક કીટકોની ચોક્કસ વસ્તી જળવાઈ રહેતી હોય છે. આ પ્રકારનું સમતોલન જાળવવામાં પરભક્ષી અને પરજીવી કીટકોનો મોટો ફાળો છે. દા. ત. ક્રાઈસોપા (લીલીપોપટી), પરભક્ષી ડાળિયા અથવા કાંચળી (લેડી બર્ડ બીટલ) ટ્રાઇકોગ્રામા ભમરીઓ, પરભક્ષી ભમરીઓ વિગેરે આવા ઉપયોગી કીટકો ને ખેડૂતો ઓળખે અને તેનું રક્ષણ કરે તે ખુબ જ જરૂરી છે.

() દવા છાંટવા માટેના પંપની યોગ્ય પસંદગીનો પ્રભાવ :

          સામાન્ય રીતે પાક, જીવાત અને દવાના પ્રકારને ધ્યાનમાં રાખીને દવા છાંટવાના પંપની પસંદગી કરવામાં આવે છે. દા. ત. જ્યાં પાક ઉપર દવા છાંટવા માટે જરૂરી પાણીની અછત હોય ત્યા હેલીસ્પ્રે જેવા પંપનો ઉપયોગ કરી શકાય, ઊંચા ઝાડ ઉપર દવા છાંટવા માટે ટ્રીપલ એક્શનવાળી નોઝલ ધરાવતો ફુટસ્પ્રેયર વધુ યોગ્ય રહે છે. દવાના છંટકાવનો પંપ સાથે જોડેલી નોઝલ ઉપર આધારિત હોય છે. જરૂરી સમયે પંપ ઉપલબ્ધ ન થતાં ઘરમાં દવા હોવા છતાં સમયસર છાંટી શકતા નથી અને જીવાતોનો ઉપદ્રવ વધી ગયા બાદ દવા છાંટવાથી ધાર્યું પરિણામ મળતું નથી અને ખેડૂતો હતાશ થાય છે.

(૧૦) દવા છાંટવા માટેની જરૂરીયાત નક્કી કરવા માટેની ખોટી વિચારધારા :

          જીવાતને દેખો ત્યાંથી ઠાર કરો ની વૃત્તિ આર્થિક રીતે પોષાય તેવી પણ નથી અને ફાયદાકારક પણ નથી. કેટલાક ખેડૂતો છોડ ઉપર એકાદ પાક અમુક માત્ર સુધી જીવાતના ઉપદ્રવ સામે ટક્કર ઝીલી શકે છે. તેમજ એટલા પ્રમાણમાં જીવાતની હાજરીથી આર્થિક મુક્સાન થતું નથી દરેક જીવાતની સંખ્યા અમુક ક્ષમ્ય માત્રા ને વટાવે ત્યારબાદ જ દવાનો છંટકાવ કરવો જોઈએ.

(૧૧) દવાઓના છંટકાવ માટેની યોગ્ય સાવચેતી નો અભાવ :

          ખેડૂતો કોઈપણ કીટનાશી દવાનો છંટકાવ કરે ત્યારે તેને વાપરતી વખતે જે કાળજી રાખવી જોઈએ તેની સમજ ના અભાવે ઘણી વખતે ઝેર ચઢવાના પ્રસંગો ઉભા થાય છે. સામાન્ય રીતે દરેક દવાના પેકિંગ ઉપર આ અંગેની માહિતી આપેલ હોય છે. પરંતુ ખેડૂતો તે વાંચતા નથી. દવા છંટતી વખતે રાખવાની કાળજીની સમજ ખેડૂતો શીખે તે ખુબ જરૂરી છે. જેનાથી દવાઓની આડઅસરો અને માનવજીવન ઉપરની વિપરીત અસરોથી બચી શકશે.

જંતુનાશકો છાંટતી વખતે ધ્યાનમાં રાખવા લાયક અગત્યના મુદ્દાઓ :

  • જંતુનાશકો મૂળ પેકીંગમાં જ ખરીદવા જોઈએ.
  • જંતુનાશકોની ખાધ્યપદાર્થો સાથે હેરફેર ન કરવી જોઈએ.
  • તાળા-ચાવીમાં બંધ કરી સંગ્રહ કરવો જોઈએ.
  • બાળકોની પહોંચથી દુર રાખવા જોઈએ.
  • જંતુનાશકોના વપરાશ પહેલા લેબલ અને પત્રિકા બરાબર વાંચવા જોઈએ.
  • જંતુનાશકોના છંટકાવ દરમ્યાન સંરક્ષાત્મક કપડાં પહેરવા જોઈએ.
  • જંતુનાશકોનું ભલામણ કરેલ પ્રમાણ જ બરાબર માપીને લેવું જોઈએ.
  • બે કે તેથી વધુ જંતુનાશકોના મિશ્રણને લાકડી વડે બરાબર હલાવવું જોઈએ.
  • પંપમાં દવા રેડતા પહેલા બરાબર ગાળીને જ રેડવું જોઈએ.
  • નુકસાન પામેલા કે ગળતા સ્પ્રેયર કે દસ્તાર ન વાપરવા જોઈએ.
  • પવનની દિશામાં જ છંટકાવ કરવો જોઈએ.
  • જંતુનાશકો છાંટતી વખતે ખાવું, પીવું કે ધૂમ્રપાન ન કરવું જોઈએ.
  • પંપની નોઝલ સાફ કરવા માટે મોં વડે ફૂંક ન મારવી જોઈએ.
  • બાળકોને જંતુનાશકોનો છંટકાવ ન કરવા દેવો જોઈએ.
  • જંતુનાશકોની માવજત કરેલા પ્લોટોમાં ચેતવણી દર્શક પાટિયા મુકવા જોઈએ.
  • ખાતા કે પીતાં પહેલા હાથ-મોં બરાબર ધોવા જોઈએ.
  • જંતુનાશકોના પાત્રો ખોરાક અથવા અનાજ ભરવા ન વાપરવા જોઈએ.
  • જંતુનાશકોના વપરાશ બાદ પર્યાવરણ દુષિત ન કરવું જોઈએ.
  • જંતુનાશકોના ખાલી પાત્રોનો નાશ કરવો અથવા જમીન માં દાટી દેવાં જોઈએ.
  • જંતુનાશકોના ઉપયોગ બાદ સ્નાન કરી કપડાં ધોઈ લેવાં જોઈએ.
  • અકસ્માત ઝેર ચઢવાના પ્રસંગે પ્રાથમિક સારવાર આપવી જોઈએ અથવા તુરંત ડોક્ટરને બોલાવવા જોઈએ.

આ પણ વાંચો:જંતુનાશકોનો અસંતુલિત ઉપયોગ બંધ કરો

શ્રી એ. આર. પટેલ, શ્રી કે. એમ. દેસાઇ અને શ્રી એમ. આર. પરમાર

બાગાયત કૉલેજ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ-મહેસાણા

મોં. ૯૪૨૮૬૫૨૦૦૮ 

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More