Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

લેન્ડસ્કેપિંગ ગાર્ડનિંગ માં વિવિધ પામો નું મહત્વ

પામ સૌથી જાણીતા અને સૌથી વધુ વ્યાપક રીતે ઉગાડવામાં આવતા છોડ પરિવારોમાંનો એક છે. તેઓ સમગ્ર ઇતિહાસમાં મનુષ્યો માટે મહત્વપૂર્ણ રહ્યા છે. ઘણા સામાન્ય ઉત્પાદનો અને ખોરાક પામ માંથી મેળવવામાં આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

લેખકો: શ્રી. કૌશિક એસ. સોલંકી*, કુમારી. મલ્લિકા આર. સિંધા

(રિસર્ચ સકોલર)

ફ્લોરીકલ્ચર અને લેન્ડસ્કેપ આર્કિટેક્ચર વિભાગ, બાગાયત મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ– ૩૬૨૦૦૧

ફ્લોરીકલ્ચર અને લેન્ડસ્કેપ આર્કિટેક્ચર વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય

મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી – ૩૯૬૪૫૦

*(ઇમેઇલ: kaushiksolanki618@gmail.com, મોબાઈલ નંબર :૯૪૨૮૩૦૯૫૩૬)

Landscaping Gardening
Landscaping Gardening

પામ ની બજાર માં કિંમત :

      બજારમાં, ઉષ્ણકટિબંધીય પામ પરંપરાગત છોડની સરખામણીમાં શરૂઆત માં  વધુ મોંઘા પડે છે. નર્સરી ઓમાં પામની કિંમત પ્રજાતિઓ,  થડનો ઘેરાવો અને છોડની ઊંચાઈ પર આધાર રાખે છે દા.ત.: ફોક્સ ટેઈલ પામ થડનો ઘેરાવો (૯ ઇંચ) અને ઊંચાઈ (૧૨ ફૂટ) ૧૫૦૦ રૂ/પામ (સમીર ફાર્મ અને નર્સરી, બીલીમોરા). જયારે ફૂલોનો ગુલદસ્તો બનાવા માટે વપરાતા પામના પાનની કિંમત પ્રજાતિઓ પર આધારિત છે દા.ત. ફિશટેલ પામઃ ૮૦ રૂ/ ગુચ્છ ( એક ગુચ્છ માં ૨૦ પાન), ટેબલ પામ :૬૦ રૂ/ ગુચ્છ ( એક ગુચ્છ માં ૧૦ પાન) (પુણેના ફૂલ બજાર ના ભાવ પ્રમાણે).

પામ ના ઉપયોગો :

      ખરાબ દેખાડતી દીવાલ ને ઢાંકવા એટલેકે જુથ માં વાવેતર કરવા માટે દા.ત. લેડી પામ, બેઠક ની જગ્યાએ અને બગીચાની ફરતે વાવેતર કરવા દા.ત :અરેકા પામ,વાંસ પામ,લિપસ્ટિક પામ,રોડ ની બને બાજુ હાર માં વાવેતર કરવા. બગીચા માં કોઈ પણ ભાગ ને આકર્ષણ નું કેન્દ્ર બનાવા  (ફોકલ પોઇન્ટ ) ઘર ની અંદર ના ભાગ શુશોભન કરવા. બગીચા ની ફરતે બૉઉન્ડરી બનાવા.

બગીચા સિવાય પામ ની ઘણી બનાવટો  જે ઘરઘથ્થુ વપરાશ માં ઉપયોગ માં લેવા માં આવે છે જેવી કે.. પામ ના પાન કેટલાક લોકો માટે ખાતર, ટોપલી, કપડાં અને ધાર્મિક સમારંભોમાં સામગ્રી તરીકે પણ મૂલ્યવાન છે. અરેકા પામના ફળ માંથી સોપારી લેવા માં આવે છે. કાર્નોબા મીણ બ્રાઝિલિયન પામ (કોપરનીસિયા) ના પાંદડામાંથી લેવામાં આવે છે. રેટન્સપામ ફર્નિચ અને ટોપલી ઓ બનાવ  વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ખાદ્ય વનસ્પતિ તેલ જે ઓઇલ પામ (એલાઈસ ગિનીન્સિસ) ના ફળ માંથી   ઉત્પાદિત કરવામાં આવે છે. નારિયેળ (કોકોનટ ) માંથી કોપરા અને તેલ નું ઉત્પાદન કરવામાં આવે છે. નારિયેળ ના રેસા માંથી કોકો પિટ બનાવામાં આવે છે.

પામ નું પ્રસર્જન :

પામ નું પ્રસર્જન બે રીતે કરવામાં આવે છે ).બીજ થી અને ૨). પીલા જુદા પડી ને મોટાભાગના પામ નું પ્રસર્જન  બીજથી થતું હોય છે. મોટા ભાગ ના કુંડા માં થતા પામ (ઉદાહરણ:પાર્લર પામ, વાંસ પામ) નું પ્રસર્જન પીલા છુટા પાડી ને કરવા માં આવે છે જયારે બગીચા માં થતા મોટા પામ નું પ્રસર્જન બીજ થી કરવા માં આવે છે.

). બીજથી  પ્રસર્જન કરવાની રીત:

નર્સરી ના વ્યવસાય માટે મોટા ભાગે બીજ થી પ્રસર્જન કરવા માં આવે છે પણ તે સમય બહુ લાગી જાય છે. મોટાભાગે તેઓ ૮0-૧00 દિવસ જેટલો સમય ઉગવા માં લે છે તથા અંકૂરણનો દર માત્ર ૨૫% જેટલો જ હોય છે. આમ તો મોટા ભાગે બીજ થી પ્રસર્જન જૂન-જુલાઈ કરવા માં આવે છે. બાકી કંટ્રોલ હવામાન વાળું પોલીહાઉસ હોય તો બારે માસ કરી શકાય છે.

સૌપ્રથમ વૃક્ષ પર પાકી ગયેલા અથવા પાકી ને ખરી પડેલા ફળનું એકત્રીકરણ કરવું પછી  એને મોટા મોઢા વાળા પાણી ભરેલા પાત્ર માં મુકવા જેથી જે હલકા વજન વાળા હશે એ પાણી ઉપર આવી જશે અને જે ભારે હશે વજન માં (૨૫-૩૦ ગ્રામ ) હશે એ પાત્ર ની નીચે બેસી જશે ઉપર તરતા ફળ નીકાળી દેવા નીચે બેસેલા રાખવા પછી (ફોટો નં : ,,૩) દરસાવ્યાં પ્રમાણે પાણી ભરેલા પાત્ર માં ૭ (પાણી દર ૨ દિવસે બદલવું )દિવસ સુધી ડુબાડી રાખવા જેથી બહાર નું આવરણ સહેલાયથી ઘસતા જ નીકળી જાય. સાતમા દિવસ પછી સિમેન્ટ મિક્સ (ફોટો નં :૪)કરવા ના મશીન માં કાંકરી સાથે ભરી મશીન ફેરવું જેથી કરી પાણી માં રાખેલા ફળ પર નું આવરણ ઓછી મહેનત થી મોટી માત્રા માં ઝડપથી નીકળી જાય. મશીન માંથી બીજ ને ચોખ્ખા પાણી થી સાફ કરી ને એને કોરા કરી જીબ્રલિક એસિડ ના (૧૦૦૦-૩૫૦૦ પીપીમ ) ના દ્રાવણ (ફોટો નં : ૫)  માં ૧ - ૩ દિવસ સુધી સુધી ડુબાડી રાખવા. બીજ ની રોપણી કરવા માટે ઘણા બધા પાત્ર મળી રહે છે પણ ૬ ઇંચ ના કુંડા વધારે સારા રહે છે.કુંડા ને સારી નિતાર ક્ષમતા વાળા, ભેજ પકડી રાખે એવા માધ્યમ ( ૧ અળસિયાનુંખાતર : ૧ પીટ મોસ : ૧ પરલાઈટ) થી ભરવા પછી બીજ ને ઉપર ના ભાગે ફોટો નં : દરસાવ્યાં પ્રમાણે મુકવા, મુક્યાપછી આછા માધ્યમ ના આવરણ  થી ઢાંકવા. ભરેલા કુંડાઓ ને (૨૫-૩0 ડિગ્રી સેલ્સિયસ) આછા છાયા વાળા હવામાન વાળા વાતાવરણ માં રાખવા. બીજ અંકુરણ (૯૦-૧૦૦) દિવસ બાદ ૨ પાન થયા બાદ છુટા પાડી ૧૩ × ૧૩ ની કોથળી માં સારા માધ્યમ માં ભરવા (ફોટો નં :૯ માં જમણી બાજુ ના તીર દરસાવ્યાં એટલા ભાગ સુધી જ ભરવા એના થી વધારે ઊંડા ભરવા નઈ ) ભરાઈ ગયેલ કોથળી ઓને ૧ મહિના સુધી છાયા વાળી (નેટ હાઉસ ) માં મૂકી રાખવા જેથી એના મૂળ બરાબર જામી જાય.

) પીલા થી પ્રસર્જન :

     સૌપ્રથમ (જૂન- જુલાઈ માં પીલા થી પ્રસર્જન બહુ લાભદાયી છે) બે થી વધારે પીલા ધરાવતા કુંડા ને પસંદ કરો.પછી એ કુંડા ને આખું ખાલી કરી નાખવું અને સારા પાણી વડે સાફ કરી નાખવું પછી ધારદાર ચપ્પુ વડે કાપી ને જુદા પાડવા જુદા પાડ્યા બાદ ફુગનાશક વાળા દ્રાવણ માં ડુબાડી નીકાળી દેવા જેટલા પીલા હોય એટલા સારા કુંડા પસંદ કરી એમાં સારી નિતાર શક્તિ વાળું માધ્યમ ભરવું (નીચે ના ભાગે કાણાં ઉપર નદી ની કાંકરી પાથર્યા બાદ વાવણી નું માધ્યમ ભરવું). માધ્યમ અડધું ભર્યા બાદ એમાં પીલા ને વચ્ચે મૂકી બાકી નું ભરી દેવું  અને  ઉપર થી એક ઇંચ ખાલી રાખવું જેથી કરી પાણી આપતી વખતે વધારા નું બહાર ના આવી જાય.

પામમાં પાણી આપવાની રીત :

આમ તો પામ એ ઓછા પાણી સામે પ્રતિકારકશક્તિ ધરાવે છે પરંતુ વેપારી ધોરણે નર્સરીમાં છોડ તૈયાર કરવા માટે પાણીનો પુરવઠો ખાસ  જરૂરી છે.બગીચા માં પાણી આપવા માટે ભલામણ મુજબ ૪-૭ દિવસના ગાળે ઋતુ મુજબ ટપક સિંચાય થી પાણી આપવું જોઈએ. કુંડા માં પાણી આપવા માટે જયારે કુંડા ની ઉપર ની ૧-૨ ઇંચ માટી સુકાય ત્યારે આપવું હિતાવ છે.

ખાતર :

પામમાં આમતો ખાસ કરીને ખાતર ની જરૂરિયાત  માટે કોઈ ખાસ પુરાવા નથી છતાં પણ સેન્દ્રીય ખાતર આપવું હિતાવ છે. બગીચામાં એક પામને ૧૦ કિલો છાણિયું ખાતર આપવું જોઈએ.જયારે કુંડામાં ૩૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ ને ૧ લિટર પાણીમાં ઓગાળીને આપવુ હિતાવ છે   (દ્રાવણ નો જથ્થો છોડના કદ અને કુંડા ના કદ  પર આધાર રાખે છે).

કુંડામાં પામ ઉછેર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તેમને ત્યાં સુધી બીજા કુંડા માં સ્થળાંતરિત ના કરવા જોઈ કે જ્યાં સુધી  તેમના મૂળ કુંડા માં ભરાવદાર થઇ જાય અને કુંડા ને તેની મેળે જ તોડી ના નાખે. જયારે કુંડુ આપમેળ તૂટી જાય પછી એના મૂળિયાં ના દડો તૂટે નહિ અને મૂળ ને કોઈ પણ પ્રકાર નું નુકસાન ના થાય એ રીતે બીજા કુંડા માં મૂકવું (ફેરબદલી કરતી વખતે ૫ સે.મી જેટલી મૂળિયાંના દડા ફરતે માટી હોવી જોઈએ) વધારે પડતું ઊંડું વાવું ના જોઈએ આ રીતે એક વાર ફેરબદલી કર્યા પછી ૨ વર્ષ સુધી ફેરબદલી કરવી નહિ.જો ફેરબદલી કરવા જેવી લાગતી  ના હોય તો ઉપરથી વર્ષ માં એક વાર ઉપર થી સારું માધ્યમ (મીડિયા) આપવું.સારું માધ્યમ (મીડિયા)  બનાવા માટે  બગીચાની માટી:મુખ્યત્વે કોવાયેલાં પાંદડાની માટી (લીફ મોઉલ્ડ ): સડેલું છાણિયુ ખાતર: નદીની કાંકરી  (૨:૨:૧:૧/૫). પાણીની નિતાર શક્તિ માટે કુંડા નીચેના ભાગે નદી ની મોટી કાંકરી ૧ ઇંચ જેટલું પડ બનાવું. ફેરબદલી ચોમાસા દરમ્યાન કરવી.

No tags to search

પામ ની જાતો :

પામ ને તેના પાન  ના આધારે બે ભાગ માં જોવા મળે છે.  પંખા આકારના પાનવાળા અને પીંછા જેવા પાનવાળા. કેટલાક પામનો ઉછેર કુંડામાં પણ સુશોભન માટે સહેલાયથી કરી શકાય છે અને કેટલાક સુશોભિત પામ બગીચા માટે ઉપયોગ થાય છે જેની માહિતી નીચે મુજબ છે.

 

).પીંછા જેવા પાનવાળા :

કેરીયોટા યુરેન્સ  (શિવ જટા)

સોપારી પામ

અરેકા આલ્બા

અરેકા લુટેસેન્સ

એરેકા ટ્રાયન્ડ્રા

રોયલ પામ

ક્રિસ્મસ પામ

જુબેઆ ચિલેન્સિસ

હાયફોર્બ લેજેનિક્યુલિસ (નાનું બોટલ પામ)

ફોનિક્સ સિલ્વેસ્ટ્રીસ (જંગલી ખજૂર)

ડિપ્સિસ ડેકરી (ત્રિકોણ પામ)

કોકોસ ન્યુસિફેરા (નારિયેળ)

કુંડા માં વાવી શકાય એવા પીંછાવાળા પામ

કેરીયોટા મિટિસ (એક થી વધારે પીલા વાળી શિવ જટા)

ચામેડોરિયા એલિગન્સ (પાર્લર પામ)

ચામેડોરિયા સેઇફ્રિઝીઈ (વાંસ પામ)

કેન્ટિયા પામ

રેવેનિયા રિવ્યુલારિસ (મેજેસ્ટી પામ)

પાઈકોસ્પર્મા એલિગન્સ (એલિગન્ટ પામ)

ચેમ્બેરોનિયા મેક્રોકાર્પા (લાલ પાનવાળુ પામ)

સાયર્ટોસ્ટાચીસ રેન્ડા (લિપસ્ટિક પામ)

ફોનિક્સ રોબેલેની (પિગ્મી ડેટ પામ)

 

)પંખા આકારના પાનવાળા પામ :

બિસ્માર્કિયા નોબિલિસ (બ્લુ ફેન પામ)

વોશિંગ્ટનિયા ફિલિફેરા (ડેઝર્ટ ફેન પામ)

થ્રીનાક્સ પાર્વિફ્લોરા

પ્રિચાર્ડિયા પેસિફિકા (ફીજી ફેન પામ)

સબલ પાલ્મેટો (કેબેજ પામ)

કોરીફા અમ્બ્રાક્યુલિફેરા

કોપરનિસિયા પ્રુનિફેરા (ટેઈલપોટ પામ)

હાઇફેન થેબેકા

બોરસસ ફ્લેબેલીફર (પાલમેરા પામ  )

કુંડા માં વાવી શકાય એવા પંખા આકારના પામ

લિકુઆલા ગ્રાન્ડિસ (રફલ્ડ ફેન પામ)

લિવિસ્ટોના ચિનેન્સિસ (ફાઉન્ટેન પામ)

લિવિસ્ટોના રોટુન્ડિફોલિયા (ટેબલ પામ)

લેટાનીયા લોનટેરોઈડેટ્સ

રેપિસ એક્સેલસા

ટ્રેકીકાર્પસ ફોર્ચ્યુની

લિકુઆલા ગ્રાન્ડિસ (રફલ્ડ ફેન પામ)

 

ભેજ પ્રેમાળ પામ

લિપસ્ટિક પામ

રેવેનિયા રિવ્યુલારિસ (મેજેસ્ટી પામ)

જોહાનેસ્ટીજસ્મેનિયા અલ્ટીફ્રોન્સ (છત્ર-પાંદડાવાળી પામ)

વોશિંગ્ટનિયા રોબસ્ટા

આર્કોન્ટોફોનિક્સ એલેક્ઝાન્ડ્રા

 

સુકુ વાતાવરણ સહન કરી સકે એવા પામ

બિસ્માર્કિયા નોબિલિસ (બ્લુ ફેન પામ)

બોટલ પામ

ફોનિક્સ સિલ્વેસ્ટ્રીસ (જંગલી ખજૂર)

ડિપ્સિસ ડેકરી (ત્રિકોણ પામ)

થ્રીનાક્સ પાર્વિફ્લોરા

કોરીફા અમ્બ્રાક્યુલિફેરા

સબલ પાલ્મેટો (કેબેજ પામ)

આ પણ વાંચો:બારેમાસ મળતું લીલુંખાતર : એઝોલા

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More