Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

સૂર્યશક્તિનો ઉપયોગ કરો અને આત્મ નિર્ભરતા તરફ એક ડગલું આગળ વધો, સોલપ પંપથી શરૂઆત કરો

આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે, આપણા દેશમાં સૂર્યશક્તિ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તો આપણે તેનો લાભ લેવો જોઈએ, સોલાર શક્તિ માંથી પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે,તોચાલો આજે આપણે સોલર વોટર પંપ વિષે જાણીએ.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
solar
solar

આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે, આપણા દેશમાં સૂર્યશક્તિ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તો આપણે તેનો લાભ લેવો જોઈએ, સોલાર શક્તિ માંથી પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે,તોચાલો આજે આપણે સોલર વોટર પંપ વિષે જાણીએ.

સોલાર વોટર પંપ શા માટે જરૂરી છે

અનિયમિત ઈલેક્ટ્રીસીટી સપ્લાયકૃષિસિંચાઈને હંમેશા નુકસાન કરતાં રહ્યો છે,અનિયમિતતાને કારણે પાકને જરૂરીયાત હોય ત્યારે પાણી આપવાની બદલે ખેડૂતને પાણી જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે આપવું પડે છે,આવી સ્થિતિમાં પાકનો વિકાસ રુંધાઈ છેઆ ઉપરાંત ભારતીય ખેડૂતને દિવસ દરમિયાન ફક્ત સાતથી આઠ કલાક જ ઈલેક્ટ્રીસિટી મળે છેજે સ્વાભાવિક રીતે એક વિશાળ ખેતરની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી નથીઇલેક્ટ્રિસિટી ઉપરાંત વધતી જતી ઇંધણનીકિંમત ઊંચો સંચાલન ખર્ચ અને ડીઝલ પંપ નું મેન્ટેનન્સ પણ ખેડૂત માટે ગંભીર સમસ્યાઓ છે

આ પરિસ્થિતિમાં સોલર વોટર પંપ એક આદર્શ વિકલ્પ બની રહે છેકારણ કે તે કાર્યક્ષમ વ્યવસ્થિત અને નિયમિત સિંચાઈ પૂરી પાડવા સક્ષમ છે.

સોલાર વોટર પમ્પીંગ સિસ્ટમ

સોલર વોટર પંપ સોલાર ફોટોવોલ્ટેઇક(PV) પેનલ દ્વારા ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટી નો ઉપયોગ કરે છેસોલર વોટર પંપ DC અથવા AC બંને પર ચાલે છે.સોલર ફોટોવોલ્ટેઇક પેનલ વધુમાં વધુ સમય સૂર્ય સામે રહે તે રીતેતેને એ જ સાંભર ગોઠવવામાં આવે છે. તેની સાથે સોલાર પાવરથી ચાલતુ સબમર્સીબલ અથવા ફ્લોટિંગ પંપ જોડાયેલ હોય છે. સોલર ફોટોવોલ્ટેઇક વોટર પમ્પીંગ સીસ્ટ્મ  1200 watt અને તેનાથી વધુ કેપેસિટી ધરાવે છે. સિસ્ટમ સાથે એક ઇન્વર્ટર પણ રહે છે જે સબમર્સિબલ અથવા ફ્લોટિંગ પંપ સાથે જોડાયેલું હોય છે.

સોલાર વોટર પમ્પ થી થતા ફાયદાઓ

  • કાર્યક્ષમ વ્યવસ્થિત અને નિયમિત સિંચાઈ
  • સરળ સ્થાપન અને સંચાલન
  • ડીઝલ એન્જિન અને ગ્રીડ ઇલેક્ટ્રિસિટી દ્વારા ચાલતા પંપ ની સરખામણીએ સૌથી ઓછું મેન્ટેનન્સ
  • ઇંધણની જરૂરિયાત નહીં
  • રાત્રે કામ કરવા માંથી છુટકારો
  • ઘોંઘાટ વિના અને પ્રદુષણ રહીત
  • અમુક સમયે સરકાર દ્વારા પણ જારી કરાતી સબસીડી
  • સ્તંભ પર હોવાથી વધુમાં વધુ સૌર ઊર્જાનો સંચય કરવા સક્ષમ
  • લાંબી અવધિ અને વિશ્વાસપાત્ર
  • સૌ પ્રકાશ ઉપલબ્ધ ન હોય તો ગ્રીડઇલેક્ટ્રિસિટી પણ વાપરી શકાય તેવી સુવિધા

મુખ્ય ઘટકો

  • પીવી પેનલ
  • પેનલને ઊંચાઈ પર ગોઠવવા માટેસ્તંભ
  • પંપ અને મોટર સેટ
  • હાઇબ્રીડ ઇન્વર્ટર/કંટ્રોલર
  • ઇન્ટરકનેક્ટિંગ કેબલ અને પાઇપ
  • ફાઉન્ડેશન સેટ(ફોઉન્ડેશન બોલ્ટ, સ્ટ્રક્ચર અને સિમેન્ટ રેતી પથ્થર વગેરે જેવું કોન્સ્ટ્રકશન મટેરીઅલ)

નોંધ

પંપ કેપેસિટી નક્કી કરતી વખતે સ્થળ, ઉપલબ્ધ સૌર ઉર્જા પાણીની જરૂરિયાત પાણીના સોર્સની ઊંડાઈ વગેરે જેવી બાબતોને ધ્યાને લેવાય છે.

અમૂક સમયે સબસીડી પણ તેના માપદંડો પ્રમાણે ઊપલબ્ધ હોય છે.

આની રેન્જ-1 હોર્સ પાવર થી શરૂ થાય છે.

આ પણ વાંચો:યુરિયાની કાર્યક્ષમતા વધારે: નીમ લીપીત યુરિયા

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More