Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ડાંગરની ખેતીમાં માછલીઓ વધારશે ઉત્પાદન, જાણો કેવી રીતે મળે છે બમણો નફો

ડાંગરનું વાવેતર કરતા ખેડૂતોને ડબલ નફો મેળવવાની તક મળી શકે છે. આ માટે તેઓએ ખાસ રીતે ડાંગરની ખેતી કરવી પડશે. આ ખાસ પ્રકારની ખેતીને ફિશ-રાઇસ ફાર્મિંગ કહેવામાં આવે છે. આ પ્રકારના ખેતીમાં ડાંગરની સાથે માછલીની ખેતી પણ કરવામાં આવશે. આ સાથે ખેડુતોને ડાંગરના ભાવની સાથો સાથ તેમને માછલી વેચવાનો લાભ પણ મળશે.

Sagar Jani
Sagar Jani
Fish Farming
Fish Farming

ડાંગરનું વાવેતર કરતા ખેડૂતોને ડબલ નફો મેળવવાની તક મળી શકે છે. આ માટે તેઓએ ખાસ રીતે ડાંગરની ખેતી કરવી પડશે.  આ ખાસ પ્રકારની ખેતીને ફિશ-રાઇસ ફાર્મિંગ કહેવામાં આવે છે.  આ પ્રકારના ખેતીમાં ડાંગરની સાથે માછલીની ખેતી પણ કરવામાં આવશે. આ સાથે ખેડુતોને ડાંગરના ભાવની સાથો સાથ તેમને માછલી વેચવાનો લાભ પણ મળશે.  વિશેષ બાબત એ છે કે ડાંગરના ખેતરમાં માછલી ઉછેરવાથી તેની ઉપજ પણ સારી રહેશે.

હાલમાં આ પ્રકારની ખેતી ચીન, બાંગ્લાદેશ, મલેશિયા, કોરિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડમાં થાય છે.  ભારતના ઘણા વિસ્તારોમાં પણ  ફિશ- રાઈસ ફર્મિંગની  મદદથી ખેડુતો બમણી કમાણી કરી રહ્યા છે.  આજે અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

શું છે ફિશ- રાઈસ ફર્મિંગ  સિસ્ટમ

આ પ્રકારની ખેતીમાં ડાંગરના પાકમાં સંગ્રહિત પાણીમાં માછલીની ખેતી પણ કરવામાં આવે છે. આ રીતે ડાંગર અને માછલીના વેચાણથી ખેડૂતો બમણી કમાણી કરે છે. જો ખેડૂતો ઇચ્છતા હોય તો તેઓ ડાંગર પહેલા ફિશ કલ્ચર તૈયાર કરી શકે છે. આ સિવાય ખેડુતો ઇચ્છે તો ફિશ કલ્ચર પણ ખરીદી શકે છે. માછલીની ઉપજ દર સીઝનમાં 1.5 થી 1.7 કિલો હેક્ટર દીઠ મળી શકે છે.  માછલીનું ઉત્પાદન પણ વાવેતરની પદ્ધતિ, જાતિઓ અને તેના સંચાલન પર આધારિત છે. ખેતીની આ તકનીકમાં માછલી અને અન્ય જળચર પ્રાણીઓ એક જ ક્ષેત્રમાં સાથે રાખવામાં આવે છે. તેનાથી કોઇપણ રીતે ડાંગરના ઉત્પાદન પર અસર થતી નથી, પરંતુ ખેતરમાં માછલીની ખેતી કરવાથી ડાંગરના છોડની અનેક રોગોથી મુક્તિ આપે છે.

ફિશ- રાઈસ સિસ્ટમ વધુ યોગ્ય

આ પ્રકારની ખેતીમાં માછલી અને અન્ય જળચર પ્રાણીઓ એક સાથે એક જ ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે.  સામાન્ય રીતે તે ડાંગરના ઉત્પાદન ઉપર પણ કોઈ આડ અસર કરતી નથી. એક જ ખેતરમાં એક સાથે માછલીની ખેતી કરવાથી ડાંગરના છોડમાં આવનાર  અનેક રોગોથી પણ છુટકારો મળે છે.

Fish Farming
Fish Farming

કયા પ્રકારનું ખેતર સૌથી સારું ?

આ પ્રકારની ખેતી માટે/ઓછી નીચાણવાળી જમીન પસંદ કરવામાં આવે છે. આ પ્રકારના ખેતરમાં પાણી સરળતાથી એકત્રિત થાય છે.  ઉપરાંત ખેતર તૈયાર કરવા માટે કોઈ એક જૈવિક ખાતર પર આધારીત રહેવું જોઈએ. સામાન્ય રીતે મધ્યમ પોતવાળી કાંપવાળી જમીનને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સ્ટોકિંગ અને વાવેતર

ચોખાના છોડને હરોળમાં ઉગાડવામાં આવે છે. જે એકબીજાથી લગભગ 35 સે.મી. દૂર હોય છે. ત્યારબાદ ચેનલમાં 50 ટકા પાણીથી ભરવામાં આવે છે. જેમાં ચૂનોનો જથ્થો તેમજ થોડી માત્રામાં જૈવિક ખાતરનો ઉપયોગ કરીને પાણી સાફ કરવામાં આવે છે!ચોખા ઉગાડવાનું શરૂ થાય ત્યારે વિસ્તારમાં પાણીની માત્રા 12 થી 15 સે.મી. સુધી વધી જાય છે. ત્યારબાદ નાની માછલીઓ ચેનલમાં મુક્ત કરી શકાય છે માછલીઓ જૈવિક ખાતર આપીને ચોખા ઉગાડે છે! આ માછલી ઓક્સિજનની આપવાની સાથે તમારા છોડ માટે હાનિકારક જંતુઓ પણ ખાઈ જાય છે!

આ પ્રકારની ખેતીના ફાયદા

- જમીનના આરોગ્ય અને ઉત્પાદકતામાં વધારો કરે છે.

- યુનિટ ક્ષેત્રે આવક વધે છે.

- ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.

- ઓછા ફોર્મ ઇનપુટની જરૂર રહે છે.

- ખેડુતો માટે એકથી વધુ આવકનાં સ્રોત ઉભા થાય છે.

- કૌટુંબિક આવકઓ એક  સપોર્ટ ઉપલબ્ધ થાય છે.

- પારિવારિક મજૂરનો સંપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ લઈ શકાય છે.

- રાસાયણિક ખાતરો પર ઓછો ખર્ચ થાય છે.

- ખેડૂતો માટે સંતુલિત અને પૌષ્ટિક

- ખેડૂતોની સ્થિતિ અને આજીવિકામાં સુધારો આવે છે.

Related Topics

Paddy Fish Farming

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More