ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલુ હોય છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પોતાના પાકમાં કયા ખેતી કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો સિઝન મુજબ જે પાકનું વાવેતર કરવાના છે, તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમય સમય પર જુદા-જુદા ખેતીના કાર્યો કરવાના હોય છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે આંબા એટલે તે કેરી અને નાળિયેરીના પાકમાં માર્ચ મહિનામાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
આંબાના પાકમાં ખેતી કાર્યો
- કેરી વટાણા કદની થાય ત્યારે તેને નિયમિત 12 થી 15 દિવસે પિયત આપવું.
- પુખ્ત વયના ઝાડ દીઠ બે કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અથવા એક કિલોગ્રામ યુરીયા આપવું જોઈએ.
- આબોહવાકીય ઝોન–1 ધરાવતા વિસ્તારમાં આંબાની ભેટ કલમ આખું વર્ષ બનાવી શકાય છે.
- ભુકીછારાનો ઉપદ્રવ જણાય તો દ્રાવ્ય ગંધક 80% 25 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
- કાલવર્ણ રોગના નિયંત્રણ માટે કેરી વટાણા કદની થાય ત્યારે કાર્બેન્ડેઝીમ 10 ગ્રામ દવા લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- મધીયા જીવાતના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ 17.8% એસ.એલ. 2 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂરી છે.
- દક્ષિણ ગુજરાતના આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને મધીયાના અસરકારક નિયંત્રણ માટે મોર આવવાના સમયે બ્યુવેરીયા બેસીયાનાનો છંટકાવ કરવો.
- ત્યારબાદ બે વખત સાત દિવસના અંતરે અને ચોથો છંટકાવ વટાણા અવસ્થાએ તેમજ પાંચમો છંટકાવ લખોટા અવસ્થાએ કરવો જોઈએ.
નાળિયેરીના પાકમાં ખેતી કાર્યો
- 8 થી 25 વર્ષની ઉંમરની નાળિયેરીના બગીચામાં પિયત આંતરપાક તરીકે ફેબ્રુઆરી-માર્ચમાં આદુનું વાવેતર કરો.
- દક્ષિણ સૌરાષ્ટ્રના નાળિયેરીનો પુખ્ત બગીચો ધરાવતા ખેડૂતોએ પુષ્પગુચ્છ ઉપર સોડીયમ બોરેટ 0.4% નો છંટકાવ એક મહિનાના અંતરે જાન્યુઆરીથી જૂન સુધી કરવાથી વધારે ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે.
- ઉંદરનો ઉપદ્રવ જણાય તો 2 % ઝીંક ફોસ્ફાઈડની ઝેરી પ્રલોભીકા અથવા બ્રોમોડીયોલોન વેક્સ કેક 0.005% ક્રિયાશીલ તત્વવાળું બિસ્કીટ જીવંત દરમાં ૧૦ ગ્રામ મુજબ મુકવું.
આ પણ વાંચો : કેસર પ્રેમીઓ માટે માઠા સમાચાર, આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો-બજારમાં આ મહિનામાં આવશે કેરી
આ પણ વાંચો : 1 એપ્રિલથી સરકારી કર્મચારીઓને મળશે 300 રજાઓ! સરકાર નવા શ્રમ કાયદા કરી શકે છે લાગુ
Share your comments