પાલકની ખેતી માટે અનુકુળ છો વરસાદની સિઝન
પાલકની અદ્યતન ખેતી માટે આ સિઝન સૌથી વધુ ઉપયોગી છે, પાંદડાવાળા શાકભાજીમાં પાલક એ એક ખૂબ જ વિશિષ્ટ શાકભાજી છે. જો કે પાલકની ખેતી આખું વર્ષ થાય છે, પરંતુ મધ્યમ તાપમાનને કારણે જૂન-જુલાઈમાં પણ સારો પાક આવવાની શક્યતા છે.
નવી ટેકનિકોનો કરી શકાય છે પ્રયોગ
જો વરસાદની ઋતુમાં ખેતરમાં પાણી ભરાઈ જવાનો કે જંતુઓનો વિકાસ થવાનો ભય હોય તો પોલીહાઉસ અને ગ્રીનહાઉસ જેવી આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે, વરસાદની સિઝન એ પાંદડાવાળા શાકભાજીની ખેતીમાં અવરોધ નથી.
તમને જણાવી દઈએ કે પાલકની ખેતી કરવા માટે કોઈ ખાસ ઋતુની જરૂરિયાત નથી હોતી. તે રવિ, ખરીફ અને ઝૈદ ત્રણેય પાકના સમયે કરવામાં આવે છે. જો સારી ડ્રેનેજવાળી હળવી ગોરાડુ જમીન હોય તો પાલકના પાંદડા ખૂબ જ ઝડપથી ઉગે છે.
કેવી રીતે કરવી પાલકની ખેતી
એક હેક્ટરમાં પાલક ઉગાડવા માટે 30 કિલો બીજની જરૂર પડે છે અને જો આપણે છંટકાવ પદ્ધતિથી ખેતી કરવી હોય તો 40 થી 45 કિલો બીજની જરૂર પડશે. જો આપણે પાક સારો અને રોગમુક્ત ઇચ્છતા હોઈએ તો બીજની માવજત વખતે જ આપણે અમુક માત્રામાં જૈવિક જંતુનાશકોનો છંટકાવ કરી શકીએ છીએ. જો વરસાદ મધ્યમ હોય, તો જુલાઈના અંત સુધી પાલકની વાવણી કરવી યોગ્ય છે, પરંતુ જો વરસાદ ખૂબ જોરદાર હોય, તો ઓગસ્ટ સુધી વાવણી મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને ઉચ્ચ ઉપજ આપતી પાલકની જાતો વિશે જણાવીશું. -
વિલાયતી પાલકની ખેતી
વિલાયતી પાલકના બીજ ગોળ હોય છે. જો આ બીજ ડુંગરાળ અને પ્રમાણમાં ઠંડા વિસ્તારોમાં ઉગાડવામાં આવે તો પાક સારો થાય છે.
આ પણ વાંચો:પ્રુથ્વીનુ કલ્પ પાક એટલે કઠોળ, શું છે તેની વિશેષતા તે જાણો
દેશી પાલકની ખેતી
ભારતીય બજારમાં દેશી પાલકની ઘણી માંગ રહે છે. તેના પાન નાના અને અંડાકાર હોય છે. આ પાંદડાઓમાં ચમક પણ હોય છે. આ પ્રકારની પાલક ઝડપથી પાકી જાય છે અને તે સ્વાદમાં પણ ખૂબ જ સારી હોય છે.
ઓલ ગ્રીન પાલકની ખેતી
ઓલ ગ્રીન વેરાયટી ખૂબ જ ઝડપથી પાકે છે. તેને પાકવા માટે માત્ર 15 થી 20 દિવસનો સમય લાગે છે અને તેનો ફાયદો એ છે કે એકવાર વાવ્યા પછી તેની છ થી સાત વખત સરળતાથી લણણી કરી શકાય છે. તે ખૂબ જ ઉચ્ચ ઉપજ આપતી વેરાયટી છે પરંતુ શિયાળામાં તેનું ઉત્પાદન થતાં અઢી મહિના જેટલો સમય લાગે છે, તેથી તેને વરસાદની મોસમમાં ઉગાડવી શ્રેષ્ઠ છે.
પુસા ગ્રીન પાલક
આ જાત મોટાભાગે પહાડી વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. તેના પાંદડા મોટા અને ઘેરા લીલા રંગના હોય છે, જે સીધા ઉપરની તરફ વધે છે. જો પાલકની આ વેરાયટી ક્ષારયુક્ત જમીનમાં ઉગાડવામાં આવે તો ઉત્પાદનમાં સારો વધારો થાય છે.
પુસા જ્યોતી
પાલકની પુસા જ્યોતી વેરાયતી રેસા વગરના પાંદડાઓની હોય છે. આ પાંદડા ખૂબ જ નરમ અને રસદાર હોય છે. ખૂબ જ નાજુક હોવાને કારણે, તેને સંગ્રહિત કરવા મુશ્કેલ છે, પરંતુ શહેરોની મોટી રેસ્ટોરાંમાં બનતી વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે વહેલી પાકતી જાત છે અને તેના પાંદડા પણ ખૂબ જ ઝડપથી ઉગે છે. જો તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે અને તેને બજારોમાં પહોંચાડવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવે તો તે સારી નફાકારક વેરાયટી સાબિત થાય છે.
Share your comments