Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

મિશ્ર ખેતી અને બહુવિધ ખેતી વચ્ચેનું અંતર જાણો

ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, અને આપણા દેશમાં હજારો વર્ષોથી ખેતી થાય છે. આજના આધુનિક યુગમાં ખેડૂતો પાસે ખેતી સંબંધિત તમામ પર્યાપ્ત સંસાધનો છે, જેના કારણે ખેતી વધુ સરળ બની ગઈ છે.

Himanee Chauhan
Himanee Chauhan
Mixed And Multi Farming
Mixed And Multi Farming

ખેતી કરવા માટે જમીનનું મહત્વ ખૂબ જ જરૂરી અને અલગ છે, તમે તમારા ખેતરમાં ઘણા પ્રકારના પાકનું ઉત્પાદન કર્યું હશે. તો આજે આપણે વાત કરીશું મિશ્ર ખેતી અને મલ્ટી ખેતી વિશે. ઉપરાંત બંને વચ્ચે શું અંતર છે તેની વિગતવાર માહિતી આપીશું.

મિશ્ર ખેતીને સમજો  What Is Mixed Farming

મિશ્ર ખેતી એક એવી ખેતી છે જેમાં ખેડૂતો સારો નફો કમાય છે, ઉલ્લેખનીય છે કે મિશ્ર ખેતી Mixed Farming તેને કહેવામાં આવે છે, જેમાં ખેડૂત તેના ખેતરમાં એક કરતાં વધુ પાકનું વાવેતર કરે છે. એટલું જ નહીં, પાકની સાથે ખેડૂતો પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. સરળ ભાષામાં કહીએ તો, તે વૈવિધ્યસભર ખેતી છે. ખેડૂત પોતાની આવક વધારવા માટે આ ખેતી કરે છે. મિશ્ર ખેતીમાં મુખ્યત્વે અનાજ અને કઠોળ હોય છે, કારણ કે આ પાક વધુ ઉપયોગી છે અને સાથે જ તે જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખે છે.

મિશ્ર ખેતીથી થતો લાભ Benefits Of Mixed Farming

આ ખેતી ખેડૂતોની આવકમાં વધારો કરે છે. જેના કારણે ખેડૂતોને આખું વર્ષ રોજગારી મળે છે. આમાં જમીન, શ્રમ અને મૂડીનો યોગ્ય ઉપયોગ થાય છે. આ ખેતીમાં ખેડૂતો તેમના બજેટ પ્રમાણે ખર્ચ નક્કી કરે છે.

 

આ પણ વાંચો : જમીનમાં ભેજનું શું મહત્વ રહેલું છે તે જાણો

બહુવિધ ખેતી Multi Farming

જો ખેતરમાં એક જ ક્રમમાં બે કે તેથી વધુ પાક એકસાથે વાવવામાં આવે તો તેને બહુવિધ ખેતી Multi farming કહેવાય છે. મુખ્યત્વે સોયાબીન, મગ, અડદ એ બહુવિધ ખેતીના મુખ્ય પાક છે. આ ઉપરાંત મકાઈ, બટાટા, ઘઉં પણ બહુવિધ ખેતીના મુખ્ય પાકો માનવામાં આવે છે, કારણ કે ખેડૂતો આ પાકનું એક વર્ષમાં એકસાથે વાવેતર કરી શકે છે.

બહુવિધ ખેતીના ફાયદા Benefits Of Multi Farming

બહુવિધ ખેતી ખેડૂતો માટે ઓછી જોખમી છે, ખેડૂતોને બહુવિધ ખેતી કરતા ખેડૂતોને ના બરાબર નુકસાનનો સામનો કરવો પડે છે. ખેડૂતની જમીન, મહેનત અને મૂડીનો યોગ્ય ઉપયોગ થાય છે. જેનાથી ખેડૂતોની આવક વધે છે. ખેતીથી તેઓ આખા વર્ષ દરમિયાન સારો નફો કમાઈ શકે છે.

 

આ પણ વાંચો : આધુનિક ખેતી માટે જૈવિક ખાતર કેટલા જરૂરી ?

મિશ્ર અને બહુવિધ ખેતી વચ્ચેનો તફાવત

મિશ્ર ખેતી અને બહુવિધ બંને ખેતી ખેડૂતો માટે નફાકારક છે, ખેતીમાં જમીન અને મજૂરી બંનેનો યોગ્ય ઉપયોગ થાય છે. મિશ્ર ખેતીમાં ખેડૂત આખું વર્ષ નફો કમાય છે અને મલ્ટી ફાર્મિંગમાં ખેડૂત સિઝન પ્રમાણે નફો કમાય છે.

આ પણ વાંચો : માર્ચ મહિનાના મુખ્ય કૃષિ કાર્યો, આ કામ પૂર્ણ કરવા ખેડૂતો માટે છે ખૂબ જરૂરી

આ પણ વાંચો : મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન : સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કરો

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More