જીરૂંની ખેતી માટે કરી લો આ કામ મળશે વધુ ઉત્પાદન
જમીન અને જમીનની તૈયારી
હળની એક તથા કળીયાની બે ખેડ કરી જમીન તૈયાર કરવી. ક્યારા નાના અને સમતળ બનાવવા, પાકની ફેરબદલી કરવી, વધુ પિયતવાળા પાકો જેવા કે રાયડો, ઘઉં , રજકો વગેરેની નજીકમાં જીરૂંના પાકનું વાવેતર ન કરવું . શેઢા-પાળા પરના મોટા ઝાડ કે ભારે વાડની છંટણી કરવી.
જાતો અને તેની પસંદગી
સૂકારાપ્રતિકારક જાત ગુજરાત જીરૂં - ૪ની પસંદગી કરવી.
વાવેતરનો સમય
નવેમ્બર માસનું પ્રથમ પખવાડિયુ વાવેતર માટે વધારે યોગ્ય છે.
બીજનો દર વાવેતર અંતર
બીજ દર ૧૦થી ૧ર કિ.ગ્રા. પ્રતિ હૅકટરે રાખવો અને વાવણી ૩૦ સે.મી.ના અંતરે ઓરીને કરવી.
બીજ માવજત
વાવણી પહેલાં બીજને એઝેટોબૅક્ટર( એબીએ૧ ) અને ફૉસ્ફેટકલ્ચર ( પીબીએ૪ )ની માવજત આપવી .
ખાતર
હૅકટરે ૯ ટન છાણીયું ખાતર પ્રાથમિક ખેડ પહેલાં નાખી અને ખેડથી જમીનમાં ભેળવવું .
સૂકારા નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા ફૂગને છાણિયા ખાતરમાં મિશ્ર કરી વાપરવું. નિંદામણ જરૂરિયાત મુજબ ર અને ૪૦ દિવસે આંતરખેડ તથા હાથ નિંદામણ કરવું. પિયત સારો ઉગાવવા માટે વાવણી પછી તરત જ અને જરૂરિયાત મુજબ વાવણી બાદ ૩૦ દિવસે અને ૪૦-૪૫ દિવસે હલકાં પિયત આપવા, વાદળછાયું કે ઝાંકળ વધુપડતું હોય, ત્યારે પિયત આપવાનું મુલત્વી રાખવું, આંતરખેડ પિયત આપ્યા બાદ કરવી.
જીવાત નિયંત્રણ
મોલોમહીના ઉપદ્રવની જાણકારી મેળવવા તેમજ ભૌતિક નિયંત્રણ માટે ગ્રીસવાળા પીળા પતરાઓના ડબ્બાનો ઉપયોગ કરવો.
Share your comments