Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Shramik Annapurna Yojana શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ, 75 હજાર શ્રમિકોને મળશે લાભ, 5 રૂપિયામાં મળશે ભોજન

Shramik Annapurna Yojana શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ, 75 હજાર શ્રમિકોને મળશે લાભ, 5 રૂપિયામાં મળશે ભોજન

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
શ્રમિક અન્નપૂર્ણા યોજના
શ્રમિક અન્નપૂર્ણા યોજના

ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. માહિતી મુજબ માત્ર રૂપિયા 5માં શ્રમિકોને ભોજન મળી તે માટે વ્યવસ્થા કરાઇ છે. નવા ભોજન કેન્દ્રનો ઉમેરો થતા દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે

 ભર પેટ ભોજન માત્ર ૫ રૂપિયા માં 

શ્રમિક પરિવારો માટે ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9 કેન્દ્ર શરૂ થશે. ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3 અને મહેસાણામાં 5 કેન્દ્ર શરૂ થશે. રાજકોટમાં 5, ખેડા, આણંદ વલસડ અને સાબરકાંઠામાં 4-4 કેન્દ્રો શરૂ થશે. આ સાથે પાટણ અને બનાસકાંઠામાં 7-7 નવસારી અને મોરબીમાં 6-6 કેન્દ્રો શરૂ થશે.

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધતાં શ્રમિક પરિવારોને થશે લાભ

મહત્વનું છે કે, અમદાવાદ ખાતેથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાયો છે. જેથી હવે રાજ્યભરમાં 273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. નોંધનિય છે કે, હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે તો નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

Share your comments

Subscribe Magazine

More on News

More