Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Milk Semple Fail : ભાવનગરમાં લોકોને દૂધ પુરૂ પાડતી માહી ડેરીનાં દૂધનાં સેમ્પલ ફેલ

Milk Semple Fail : ભાવનગરમાં લોકોને દૂધ પુરૂ પાડતી માહી ડેરીનાં દૂધનાં સેમ્પલ ફેલ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
દૂધનાં સેમ્પલ ફેલ થતા હડકંપ
દૂધનાં સેમ્પલ ફેલ થતા હડકંપ

રાજકોટના ભાવનગરની માહી ડેરીમાંથી દૂધનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા આ વાત ૨૦૨૨ છે. તે સમય દરમિયાન  ડેરીએ ફ્રૂડ વિભાગનાં ચુકાદાને કોર્ટમાં પડકાર્યો હતો. 

ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફ્રુડ અધિકારી દ્વારા લેવામાં આવેલ દૂધનાં નમૂનાંને સૌ પ્રથમ તો રાજ્ય સરકારની લેબમાં ચેક કરતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા.

સેમ્પલનો રિપોર્ટ આવ્યો ફેલ

જે બાદ મૈસુર ખાતે પણ દૂધનાં સેમ્પલનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મૈસુરથી પણ સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો હતો. તેમજ રિપોર્ટમાં લોકોનાં સ્વાસ્થ્યને નુકશાન કરે તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં ચુકાદાને ડેરીએ પડકાર્યો હતો.

માહી ડેરી વિરુદ્ધ ચીફ જ્યૂડીશ્યલ કોર્ટમાં કેસ દાખલ થઇ ચુક્યો છે

રાજ્યની સરકારી લેબ તેમજ કેન્દ્રની સરકારી લેબમાં માહી દૂધનાં સેમ્પલ ફેલ થયા બાદ ફ્રુડ વિભાગ દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માહી ડેરી વિરૂદ્ધ ચીફ જ્યૂડીશલ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. ડેરી વિરૂદ્ધ ફોજદારી ગુનો હોવાથી હાલ કેસ કોર્ટમાં છે

ડેરીનાં વાર્ષિક ટર્ન ઓવરની વાત કરીએ તો રૂા. 1500 કરોડથી પણ વધુનું ટર્ન ઓવર છે. માહી સૌરાષ્ટ્ર, કચ્છ સુધી હવે સિમિત રહી નથી. માહી ડેરી હવે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં પોતાનો ફેલાવો વધારવા પ્રયત્ન કરી રહ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on News

More