Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Odisha, District Level Krishi Mahotsav : ઓડીશા રાજય માં ચાલી રહેલા જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવ અને ફાર્મ મિકેનાઇઝેશન મેળામાં ઓડિશા સરકાર દ્વારા ટ્રેક્ટર પર ખેડૂતોને સબસિડી આપવા માં આવી

જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ અને ફાર્મ મિકેનાઇઝેશન મેળો ૧૬ ડીસેમ્બર થી ૨૦ ડીસેમ્બર એટલે પાંચ દિવસ પુરા કરી અંતિમ દિવસે સફળતાપૂર્વક પહોંચ્યો.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
જિલ્લા સ્તરીય  કૃષિ મહોત્સવ  (ઓડીશા )
જિલ્લા સ્તરીય કૃષિ મહોત્સવ (ઓડીશા )

જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ અને ફાર્મ મિકેનાઇઝેશન મેળો ૧૬ ડીસેમ્બર થી ૨૦ ડીસેમ્બર એટલે પાંચ દિવસ પુરા કરી અંતિમ દિવસે સફળતાપૂર્વક પહોંચ્યો. દિવસના મુખ્ય અતિથિ મહેશ પટનાયક, રાયગઢ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હતા. મનોજ કુમાર પ્રધાન, પ્રમુખ, જિલ્લા કૃષિ અધિકારી રાયગઢ અને ગેસ્ટ ઓફ ઓનર ધબલેશ્વર નાઈક, જિલ્લા પરિષદ સભ્ય, કોલનારા અન્ય વરિષ્ઠ મહાનુભાવો સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

જેમણે સુગમ પોર્ટલ, sugam.odisha.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ ખેતીના અન્ય સાધનોની સાથે ટ્રેક્ટર અને ટ્યુબવેલ સહિત વિવિધ ફાર્મ મિકેનાઇઝેશન પ્રોડક્શન પર સબસિડી મેળવી શકે છે. ડો.આલોક કુમાર, S.D.V.O. ગુણુપુર, પશુપાલન ક્ષેત્રે યાંત્રિકરણ વિષય પર વાત કરી હતી.

જેમાં તમામ કૃષિ સાધનો ઉત્પાદક કંપનીઓ, વિતરણ કંપનીઓ, વિવિધ વિભાગીય અધિકારીઓ, અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કૃષિ કાર્ય માટે જરૂરી તમામ પ્રકારના સાધનો, ઓજારો, રાહતદરે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જિલ્લા સ્તરીય  કૃષિ મહોત્સવ  (ઓડીશા )
જિલ્લા સ્તરીય કૃષિ મહોત્સવ (ઓડીશા )

મુખ્ય ખાનગી ક્ષેત્રની કૃષિ મશીનરી ઉત્પાદકો જેમ કે મહિન્દ્રા ટ્રેક્ટર, સ્ટિહલ ખેતીના ઓજારો, સોનાલિકા ટ્રેક્ટર, સ્વરાજ ટ્રેક્ટર, પાવરટ્રેક ટ્રેક્ટર, આઇશર ટ્રેક્ટર અને જોન ડીયરના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, વધુમાં, રાયગઢ કૃષિ વિજ્ઞાન કેન્દ્રે પણ તેનો સ્ટોલ સ્થાપ્યો છે.

મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સબસિડીવાળા દરે કૃષિ સાધનો, બિયારણ વગેરે આપવાનો હતો. જો કે, આ સેવાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ એક પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

જિલ્લા સ્તરીય  કૃષિ મહોત્સવ  (ઓડીશા )
જિલ્લા સ્તરીય કૃષિ મહોત્સવ (ઓડીશા )

આ પણ વાંચો : Pune Kisan Medo : ભારતનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન 'કિસાન મેળો 13 થી 17 ડિસેમ્બર સુધી પુણેના મોસી ગામે શરૂ

Share your comments

Subscribe Magazine

More on News

More