Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Government Launched Bharat Atta સરકારે લોન્ચ કર્યું ભારત આટ્ટા, (લોટ ) ₹27.50 કિલોના ભાવે વેચવામાં આવશે

Government Launched Bharat Atta સરકારે લોન્ચ કર્યું ભારત આટ્ટા, ₹27.50 કિલોના ભાવે વેચવામાં આવશે

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
સરકારે લોન્ચ કર્યું ભારત આટ્ટા, (લોટ )
સરકારે લોન્ચ કર્યું ભારત આટ્ટા, (લોટ )

કેન્દ્ર સરકાર દેશભરમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 'ભારત આટા' ઉપલબ્ધ કરાવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સોમવાર, 6 નવેમ્બરના રોજ દિલ્હીમાં લોટ ડિલિવરી વાહનો (મોબાઈલ વાન)ને લીલી ઝંડી બતાવી હતી. તે 10 કિલો અને 30 કિલોના પેકમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ લોટ દેશભરમાં 2 હજાર આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. તેનું વેચાણ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED), નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF), સફલ, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.

2.5 લાખ મેટ્રિક ટન ઘઉંની ફાળવણી

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ માટે વિવિધ સરકારી એજન્સીઓને 2.5 લાખ મેટ્રિક ટન ઘઉંની ફાળવણી કરવામાં આવી છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં લોટની સરેરાશ કિંમત 35 રૂપિયા પ્રતિ કિલો છે.

ઘઉંના વધતા ભાવને કારણે લેવાયો નિર્ણય

બજારમાં નોન-બ્રાન્ડેડ લોટની છૂટક કિંમત 30-40 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બ્રાન્ડેડ લોટ 40-50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. ઘઉંના સતત વધી રહેલા ભાવને કારણે તહેવારોની સિઝનમાં લોટના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય લીધો છે.

સરકાર ડુંગળી અને દાળ સસ્તા ભાવે વેચે છે

ડુંગળીના વધતા ભાવથી ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહી છે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NCCF અને NAFED પહેલેથી જ ₹25 પ્રતિ કિલોના દરે બફર ડુંગળી વેચી રહ્યાં છે.

NCCF 20 રાજ્યોના 54 શહેરોમાં 457 રિટેલ સ્ટોર્સ પર સબસિડીવાળા દરે ડુંગળી વેચી રહી છે. જ્યારે નાફેડ 21 રાજ્યોના 55 શહેરોમાં 329 રિટેલ સ્ટોર્સ પર રાહત દરે ડુંગળી વેચી રહી છે. કેન્દ્રીય ભંડારે ગયા શુક્રવારથી દિલ્હી-એનસીઆરમાં તેના આઉટલેટ્સ પરથી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કર્યું છે. આ સિવાય સરકાર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારત દાળ (ચણા દાળ) આપી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More