Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI 2024 : એવોર્ડ્સ માટે ખેડૂતોના નામની નોંધણી પ્રકિયા શરુ, એવોર્ડ્ મેળવા હમણા જ તમારા નામની નોધણી કરો !

દેશના અલગ- અલગ રાજ્યો માંથી ખેડૂત અવોર્ડ નોમિનેશન માટે નોધણી પ્રકિયા એટલે (MFOI) મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા એવોર્ડ્સ 2024 જેમાં ૧૦૦ થી વધુ શ્રેણીઓની પ્રભાવશાળી શ્રેણી ધરાવે છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
MFOI 2023ની એક ઝલક
MFOI 2023ની એક ઝલક

કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ 2024ની બીજી આવૃત્તિ માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ કરી છે. પ્રથમ MFOI પુરસ્કારોની દમદાર સફળતા બાદ,  કૃષિ શ્રેષ્ઠતાનું ઉચ્ચ વચન આપે છે જે પહેલાં ક્યારેય કોઈ પણ ક્ષેત્રે MFOI જેવા કાર્યેક્ર્મના આયોજન જેવું બન્યું નહોતું. નોંધણી કરવા માટે www.millionairefarmer.in પર ક્લિક કરો.

MFOI એવોર્ડ્સ 2024 ક્યારે છે?

MFOI એવોર્ડ્સ 2023ની પ્રથમ સફળતા બાદ હવે કૃષિ જાગરણ મીડિયા દ્વારા MFOI એવોર્ડ 2024નું પણ આયોજન કરવા માં આવી રહ્યું છે, 2023 પહેલા સત્ર માં MFOIનું આયોજન કુલ ત્રણ દિવસીય હતું, હવે આગમી 2024માં યોજાનાર MFOI એવાર્ડ કુલ પાંચ દિવસનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેની તારીખ 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર, 2024 દરમિયાન યોજાનાર છે. અહિયા માત્ર ખેડૂતોની કામગીરીને નહિ પરંતુ તેમની દરેક સફરની વાતને MFOIના પ્લેટફોર્મ પર સંભાળવા માં આવશે, અને દેશના મોટા ખેડૂતોના જ્ઞાન થી નાના સીમાડાના ખેડૂતોને પોતના અનુભવની આપ-લે પણ કરી શકશે.   

MFOI 2023નું આયોજન
MFOI 2023નું આયોજન

ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નેતાઓ આંતરદૃષ્ટિ શેર કરવા, પડકારોની ચર્ચા કરવા અને તકો શોધવા માટે ભેગા થશે જે ભારતના કૃષિ ક્ષેત્રને ટકાઉ વિકાસના ભવિષ્યમાં આગળ ધપાવી શકે.

એક નજર MFOI એવોર્ડ્સ 2023, આયોજન તરફ  

MFOI એવોર્ડ્સ 2023 એ કૃષિ ઉત્સાહીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, વૈશ્વિક રાજદૂતો અને ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સહિતની પ્રતિષ્ઠિત હસ્તીઓની ઐતિહાસિક હાજરી જોવા મળી હતી; સાધ્વી નિરંજન જ્યોતિ, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી; શ્રી પરષોત્તમ રૂપાલા, ફિશરીઝ, પશુપાલન અને ડેરી, ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી; અને શ્રી પી સતશિવમ, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કેરળના ભૂતપૂર્વ રાજ્યપાલ.

રાજારામ ત્રિપાઠી -  (MFOI 2023, ધનિક ખેડૂતોની વાત )  કેન્દ્રીય મંત્રી  પુરષોતમ રૂપાલાના  હસ્તે  પુરુસ્કાર લેતા
રાજારામ ત્રિપાઠી - (MFOI 2023, ધનિક ખેડૂતોની વાત ) કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાના હસ્તે પુરુસ્કાર લેતા

MFOI 2023ની વાત કરીએ તો પાછલા વર્ષના ધનિક ખેડૂત એવોર્ડ કર્ણાટકની મહિલા રથનમ્મા ગુંદમંથા અને છતીસગઢના ડૉ. રાજારામ ત્રિપાઠીને 'રિચેસ્ટ ફાર્મર ઑફ ઈન્ડિયા એવોર્ડ' 2023થી સન્માનિત કરવા માં આવ્યા હતા.

રથનમ્મા ગુંદમંથા  -  2023ના ધનિક ખેડૂત એવોર્ડ કર્ણાટકની મહિલા
રથનમ્મા ગુંદમંથા - 2023ના ધનિક ખેડૂત એવોર્ડ કર્ણાટકની મહિલા

જ્યાં વિજેતાઓને બ્રાઝિલની સરકાર H.E. દ્વારા બ્રાઝિલની સાત દિવસની નિ:શુલ્ક સફર પણ મળી. બસ આજ રીતે ખુબજ મોટા પ્રમાણ માં યોજાનાર MFOI એવોર્ડ 2023નું ભવ્ય સમાપન થયું. આગળ વધુ 2024… માં

આ પણ વાંચો : MFOI 2023 : DAY 3 કર્ણાટકના કોલાર જિલ્લાના શ્રીનિવાસપુર તાલુકના ગુંડામન્ટ્ટા ગામના AV રત્નમ્માને કૃષિ જાગરણ સંસ્થા દ્વારા પ્રસ્તુત મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત ધ બિલિયોનેર ફાર્મર 2023 એવોર્ડ.

Share your comments

Subscribe Magazine

More on News

More