Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Central Government's Big Decision Millets : એટલે બાજરા થી બનેલી પ્રોડક્ટ્સ પર 18 નહીં ફક્ત 5% GST,

Central Government's Big Decision Millets : એટલે બાજરા થી બનેલી પ્રોડક્ટ્સ પર 18 નહીં ફક્ત 5% GST,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
બાજરી માંથી બનતી વસ્તુઓ પરનો જીએસટીમાં કર્યો મોટો ઘટાડો
બાજરી માંથી બનતી વસ્તુઓ પરનો જીએસટીમાં કર્યો મોટો ઘટાડો

બાજરાને લઇ કેન્દ્ર સરકાર હાલ ખુબજ માત્રા માં પ્રચાર કરી રહી છે. જેથી હવે મોટા અનાજ એટલે બાજરાને સૌથી વધુ હેલ્ધી માનવા માં આવે છે. બાજરા વિટામીન થી ભરપુર હોય છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે.દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 52મી બેઠક મળી હતી જેમાં પ્રી-પેકેજ્ડ અને લેબલવાળા ફોર્મમાં પેક કરેલા બાજરીના લોટ પરનો જીએસટી હાલના 18 ટકા જીએસટીથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. બાજરીના લોટને પણ જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે.

 છૂટ મળશે હવે ડિસ્ટિલ્ડ આલ્કોહોલ જીએસટીમાં 

GST કાઉન્સિલે ડિસ્ટિલ્ડ આલ્કોહોલ પરનો જીએસટી ઘટાડીને ઝીરો કરી નાખ્યો છે. જોકે ઔદ્યોગિક ઉપયોગ માટે વધારાના તટસ્થ આલ્કોહોલ (ઇએનએ) પર જીએસટી યથાવત રહેશે. મીટિંગ બાદ સરકાર વતી જણાવાયું કે આ પગલાથી મિલો સાથે તરલતા વધશે અને શેરડીના ખેડૂતોને શેરડીની બાકી નીકળતી રકમ ઝડપથી મળવામાં મદદ મળશે. આનાથી પશુઆહારના ઉત્પાદન માટેના ખર્ચમાં પણ ઘટાડો થશે કારણ કે મોલાસીસ પણ તેના ઉત્પાદનમાં એક ઘટક છે.

  • દેશમાં બાજરીમાંથી બનતી વસ્તુઓને પ્રોત્સાહન માટે કેન્દ્રનું મોટું પગલું
  • બાજરી માંથી બનતી વસ્તુઓ પરનો જીએસટીમાં કર્યો મોટો ઘટાડો
  • બાજરી માંથી બનતી વસ્તુઓ પર હવે લાગશે ફક્ત 5% જીએસટી 
  • અત્યાર સુધી 18 ટકા હતો

જાણો હવે મિલેટ્સ શું હોય છે?

મિલેટ્સ(Millets) વિશે લોકોને જાગૃત કરવા માટે 2023 ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કરાયું છે. મિલેટ્સમાં મોટા અને નાના દાણાવાળા અનાજ સામેલ હોય જેને બરછટ અનાજ પણ કહેવાય છે. મોટા અનાજમાં જુવાર, બાજરો અને રાગી સામેલ છે તો નાના અનાજમાં કુટલી, કાંગની, કોદો અને સાંવા સામેલ છે. આ તમામ કેલ્શિયમ, આયરન, ફાઈબર સહિત અઢળક પોષક તત્વોના મહત્ત્વપૂર્ણ સોર્સ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More