Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Others

આવી રીતે પણ કરી શકાય વેપાર, જુની જીન્સમાંથી બનાવો અવનવી વસ્તુઓ

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
સિદ્ધાંત કુમાર
સિદ્ધાંત કુમાર

અમે ભારતીય જ્યારે એક વસ્તુને ખરીદીએ છે તો તેના પ્રયોગ ત્યાર સુધી કરીએ છીએ, જ્યાર સુધી તેનો  તંબુરાના વાગી જાય. પણ જ્યારે પર્યાવર્ણને બચાવવાની વાત ત્યારે આપણામાં થી કેટલાક ઓછા લોકો હોય છે જે સક્રિયા થાય છે

અમે ભારતીય જ્યારે એક વસ્તુને ખરીદીએ છે તો તેના પ્રયોગ ત્યાર સુધી કરીએ છીએ, જ્યાર સુધી તેનો  તંબુરાના વાગી જાય. પણ જ્યારે પર્યાવર્ણને બચાવવાની વાત ત્યારે આપણામાં થી કેટલાક ઓછા લોકો હોય છે જે સક્રિયા થાય છે. એવા ઘણ ઓછા લોકો હોય છે જે અસાઘારણ અને અસામાન્ય કરી જાય છે.આવો જ એક યુવાન છે સિદ્ધાંત કુમાર, જેમને ફાટેલી જિન્સમાંથી એવી-એવી અવનવી વસ્તુઓ બનાવી દીધી જેને જોતાના સાથે જ લોકો ખરીદી રહ્યા છે. સિદ્ધાંત ડેનિમ કેકોરના નામથી પોતાનું સ્ટાર્ટ અપ ચલાવે છે.

જૂની જીંસમાથી બનાવે છે વસ્તુઓ

 સિદ્ધાંત પોતાના ડેનિમ કેકોરના નામથી ચલાવતા કંપની હેઠળ ફાટેલી જીંસમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે, જેને તે દેશના જુદા-જુદા જગ્યાઓ સાથે જ વિદેશોમાં પણ મોકલે છે.જુના જીન્સને અપસાયકલ કરી ઈકો ફ્રેન્ડલી અને મસ્ત પ્રોડક્ટ બનાવે છે. IIT મુંબઈમાંથી ડીઝાઈનમાં માસ્ટર્સ કરનાર સિદ્ધાંત મૂળ બિહારના નિવાસી છે. અભ્યાસ પૂરો થયા બાદ બેંગ્લોરની એક કંપનીમાં જોબ મળી હતી. પણ તે કંઈક અલગ કરવા માગતો હતો. વર્ષ 2012માં તે દિલ્હી ગયો. ત્યાં સ્ટાર્ટ અપ ચાલું કર્યું અને ઓન ધ ટેબલ ગેમ્સ બનાવતો. આ સાથે જુની ડેનિમ જીન્સમાંથી વસ્તુઓ બનાવવાનું ચાલું કર્યું. આ અંગે સિદ્ધાંત કહે છે કે, દિલ્હીમાં ભાડે મકાન રાખી રહેતો, એ ઘરની દિવાલ ખૂબ સાદી હતી. પછી એના પર કંઈ કલા-કારીગીરી કરવાનું વિચાર્યું.

મને કંઈ સુઝ્યું નહીં એટલે જુની જીન્સનો ઉપયોગ કરી, દિવાલ ડેકોરેટ કરી દીધી. જે કોઈ ઘરે આવતું એ પૂછતું કે, આવું કેવી રીતે કર્યું? પછી આ જ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. પછી જુની એન્ટિક વસ્તુની ખરીદી ચાલું કરી. જેમ કે, જુનો ટેલિફોન, લાઉડસ્પીકર વગેરે. આ બધાને ડેનિમનો ઉપયોગ કરી નવું રૂપ આપ્યું. જ્યારે આ પ્રકારના 40થી 50 ઉત્પાદન તૈયાર થઈ ગયા તો વર્ષ 2015માં પહેલી વખત સિટી મોલમાં એક પ્રદર્શન રાખ્યું. એ સમયે ઘણી સકારાત્મક પ્રતિક્રિયા મળી હતી.

પ્રોડક્ટસ
પ્રોડક્ટસ

જુની જીન્સમાંથી શુ-શુ બનાવ્યો

એનાથી આ ક્ષેત્રે કરિયર બનાવી. પહેલું સ્ટાર્ટ પણ થોડા સમય સુધી ચાલ્યા બાદ મુશ્કેલીઓ પડી. પછી ફોક્સ ડેનિમ પર કર્યું. કારણ કે એ આઈડિયા અને ઉત્પાદન લોકોને ખૂબ પસંદ પડ્યા. શરૂઆતમાં ઓળખીતા પાસેથી આવી જીન્સ લાવ્યો. પછી નક્કી કર્યું કે, આને એક ઉદ્યોગ જેવું રૂપ આપવું છે તો વાંસણના બદલામાં કપડાં લઈ જનારાઓનો સંપર્ક કર્યો. પછી એની સાથે ટાઈઅપ થયું. જુના કપડાંમાં ઘણા સારા જીન્સ મળતા. હાલ તે જુની ડેનિસ જીન્સમાંથી 400 જેટલા ઉત્પાદન બનાવે છે..જેમાં બેગ, ડાયરી, પેન સ્ટેન્ડ, બોટલ, સોફાના કવર, પદડા, લાઉડ સ્પીકર, ઘડિયાળ, સાઈડ પાઉચ, પાકિટ, ફાઈલ કેસ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, આવું બનાવવામાં ખૂબ જ ઓછું વેસ્ટ નીકળે છે. જે કતરણ કે કટકા બચે છે એમાંથી પણ તે પોટ્રેટ કે શૉ પીસ બનાવી નાંખે છે.

દિલ્લીમાં સ્થિત છે ડેનિમ ડેકોર

એમની પાસેથી વસ્તુ લેનારા અનુપ કહે છે કે, એની બધી વસ્તુ ખૂબ યુનિક છે. ડેનિમ ડેકોર હાલ દિલ્હીમાં આવેલું છે. એની ગુણવત્તા પણ બેસ્ટ છે. જીન્સને જો કચરામાં ફેંકી દેવામાં આવે તો નુકસાન થાય છે. દર મહિને સિદ્ધાંત 1000 જુના જીન્સ અપસાયકલ કરે છે. એમની સાથે હાલમાં 40 લોકોની એક આખી ટીમ કામ કરી રહી છે. તે કહે છે કે, સામાન્ય માણસની સાથે મોટી બ્રાંડ ધરાવતા લોકો પણ અમારી વસ્તુ ખરીદે છે. ડેનિમ વેચનારા ઘણા ડીલર્સ પણ અમારી વસ્તુઓ ડેકોરેશન માટે લઈ જાય છે. આમા એક પણ કપડું નવું નથી

Related Topics

Jeans Old business startup

Share your comments

Subscribe Magazine

More on Others

More